વિશ્વભરમાં ભારત પોતાનાં યોગ વિજ્ઞનને કારણે આમજ મશહુર નથી. યોગમાં બેમત અનેક ફાયદાઓ છે જ અને નિર્વિવાદા સ્પ્રદ રીતે તે શરીરને તંદુરસ્ત રાખે છે પરંતુ ભારત યોગ પ્રત્યેની પોતાની કટીબદ્ધ તાને કારણે પણ વિશ્વભરમાં યોગ ગુરૂ દેશ કહેવામા આવે છે. કટીબદ્ધતા ભલે પછી હોય ભારતનાં સામાન્ય નાગરીકની કે હોય ભારતનાં પ્રથમ નાગરીકની અટલે કે PMની કે કટીબદ્ધતા હોય ભારતીય આર્મીની…
21 મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. ભારતમાં પણ દરેક જગ્યાએ તેની તૈયારીઓ પૂર જોશમાં જોવા મળી રહી છે. સામાન્ય માણસો તો યોગ દિવસની તૈયારી કરે તેમા કઇ નવાઇની વાત નહીં પણ આપને જાણીને અને જાઇને અચરજ થશે આ તૈયારીઓ. આ તૈયારી છે વિશ્વના સૌથી ઉંચી યુદ્ધભૂમી જે આશરે 18000 ફૂંટ ઉંચાઇ પર આવેલી છે અને વર્ષનાં લગભગ સમયમાં ત્યાંનું તાપમાન 0 ડિગ્રી કે તેથી પણ ઓછું હોય છે. બરફોની સફેદ ઠંડી ચાદર અટલે કે લદ્દાખ પર આપણી આર્મીનાં જાબાઝ જવાનો દ્રારા યોગ-ડેની ઉજવણીની તૈયારીઓ કરવામા આવી હતી. યોગ પ્રોગ્રામનો આ વિડીયો ભારતીય તિબેટીયન બોર્ડર પોલીસ – ITBPના જવાનો છે.
જુઓ આ યોગ-ડે ની તૈયારીનો અદ્દભૂત વિડીયો……..
#WATCH: Indo-Tibetan Border Police (ITBP) performs 'yoga' at an altitude of 18,000 feet in Ladakh, ahead of #InternationalYogaDay on June 21. #JammuAndKashmir pic.twitter.com/QL1eTzqzEv
— ANI (@ANI) June 14, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
