Not Set/ કોર્ટે મમતા દીદીને કહ્યું ડૉક્ટરોને મનાવો, ડૉક્ટરોએ કહ્યું આ છે અમારી શરતો

કલકત્તા હાઇકોર્ટ દ્રારા કલકતાની સિવીલ હોસ્પીટલમાં બે જુનિયર ડોક્ટરો પર હુમલો કરવામા આવતા ડૉક્ટરો દ્રારા હુમલાનાં વિરોધમાં હડતાલ પર ઉતરી જવાનાં નિર્ણય મામલે કોઈપણ વચગાળાનો હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો. કલકત્તા હાઇકોર્ટનાં  જસ્ટિસ ટીબીએન રાધાકૃષ્ણન અને જસ્ટિસ સુવ્રા ઘોષની ખંડપીઠ દ્રારા પં.બંગાળ સરકારને આદેશ કરવામા આવ્યો હતો કે તો હડતાલ કરી રહેલા ડોક્ટરોને કામ પર […]

Top Stories India

કલકત્તા હાઇકોર્ટ દ્રારા કલકતાની સિવીલ હોસ્પીટલમાં બે જુનિયર ડોક્ટરો પર હુમલો કરવામા આવતા ડૉક્ટરો દ્રારા હુમલાનાં વિરોધમાં હડતાલ પર ઉતરી જવાનાં નિર્ણય મામલે કોઈપણ વચગાળાનો હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો. કલકત્તા હાઇકોર્ટનાં  જસ્ટિસ ટીબીએન રાધાકૃષ્ણન અને જસ્ટિસ સુવ્રા ઘોષની ખંડપીઠ દ્રારા પં.બંગાળ સરકારને આદેશ કરવામા આવ્યો હતો કે તો હડતાલ કરી રહેલા ડોક્ટરોને કામ પર પરત ફરવા માટે મનાવે.

સાથે સાથે કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સોમવાર સુધીમાં હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરો પર હુમલો કરવામા આવ્યાનાં મામલે અત્યાર સુધી શું પગલા ભરવામા આવ્યા તેનો રિપોર્ટ રજુ કરવાનો પણ આદેશ આપ્યો હતો. તો સાથે સાથે કોર્ટ દ્રારા ડોક્ટરોને પણ પોતે લીધેલી શપથ યાદ દેવડાવવામાં આવી હતી. કોર્ટ આ મામલે આગળની સુનાવણી 21 મી જૂને કરશે.

આપને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરોની હડતાલનો આજે ચોથા દિવસ છે. પશ્ચિમ બંગાળના ડૉક્ટરોની હડતાલમાં રાજ્યનાં તમામ ડોક્ટરો જોડાયા હતા અને લગભગ હોસ્પીટલોમાં આ મામલે માઠી અસરો જોવા મળી રહી છે. તો આ મામલે દેશભરના ડોક્ટરો દ્રારા હડતાલને ટેકો જાહેર કરવામા આવ્યો છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરીથી ડાક્ટરી સેવા ન શરૂ કરવા સામે સખત પગલાંની ચેતવણી આપી હોવા છતાં, જુનિયર ડોક્ટરોએ તેમની હડતાળ ચાલુ રાખી છે. સરકારી તબીબી કોલેજો અને હોસ્પિટલોમાં ઓ.પી.ડી. અને અન્ય વિભાગોમાં અને ઘણી ખાનગી તબીબી સંસ્થાઓ સંપૂર્ણપણે હડતાલમા જોડાઇ છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં આક્રમણ સામે વિરોધ કરનારા ડોક્ટરોએ મુખ્યમંત્રી મમતા બેનરજીના આદેશને બાયપાસ કરી હડતાલ ચાલુ રાખી છે.

જો કે, હડતાલ કરતા ડોકટરોએ તેમનું આંદોલન પાછું ખેચવા માટે પશ્ચિમ બંગાળ સરકાર સામે 6 શરતો મૂકી છે.

  1. મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાનાં નિવેદન માટે બિનશરતી માફી માંગે .
  2. મુખ્યમંત્રી હોસ્પિટલમાં જોઈએ અને ઇજાગ્રસ્ત ડોકટરોની મુલાકાત કરે અને તેમનું ઓફિસ કાર્યાલય હુમલાની નિંદા કરે
  3. ડોકટરોને સલામતી પૂરી પાડવામાં પોલીસ નિષ્ક્રિયતા સામે ન્યાયિક તપાસ
  4. જુનિયર ડોક્ટરો અને મેડિકલના વિદ્યાર્થીઓ સામેનાં ખોટા કેસો પાછા ખેંચ
  5. રાજ્યભરમાં તબીબી કોલેજોમાં સશસ્ત્ર દળોના જવાનો તૈનાત કરવામા આવે.
  6. હુમલાખોરો સામે લેવામાં આવેલ પગલાની માહિતી આપે.

આપને જણાવી દઇએ કે કલકતામાં ઘણા પ્રબુદ્ધ લોકો પણ ડોકટરોને ટેકો આપી રહ્યા છે. ફિલ્મમેકર અપર્ણા સેન, અભિનેતા કૌશિક સેન, સંગીતકાર દેવયોજીત, વરિષ્ઠ ફિઝિશિયન પ્રહારો મિશ્રા સહિતના લોકો દ્રારા  મડાગાંઠ ઉકેલવા માટે વિનંતી NRS – મેડિકલ કોલેજ હોસ્પિટલ અને મુખ્યમંત્રી મમતા બેનરજીને મળવા કહ્યું હતું

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમનેફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ”ની નવી મોબાઇલ એપ્લિકેશન.