Not Set/ માયાવતીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ હવે તો RSS પણ છોડી રહ્યુ સાથ

લોકસભાની ચુંટણીનાં છેલ્લા ચરણની તૈયારીમાં લાગેલા નેતાઓ પોતાના પક્ષની વાહવાહીમાં અને અન્ય પક્ષની આલોચનામાં અગ્રેસર બની રહ્યા છે. જે ક્યારે સાંભળવા ન મળે તે બોલ સામાન્ય નાગરિકોને ચુંટણી દરમિયાન સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આરોપ-પ્રત્યારોપ વચ્ચે હવે માયાવતીએ ફરી એકવાર પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. पीएम श्री मोदी सरकार की नैया डूब रही […]

Top Stories India Politics

લોકસભાની ચુંટણીનાં છેલ્લા ચરણની તૈયારીમાં લાગેલા નેતાઓ પોતાના પક્ષની વાહવાહીમાં અને અન્ય પક્ષની આલોચનામાં અગ્રેસર બની રહ્યા છે. જે ક્યારે સાંભળવા ન મળે તે બોલ સામાન્ય નાગરિકોને ચુંટણી દરમિયાન સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આરોપ-પ્રત્યારોપ વચ્ચે હવે માયાવતીએ ફરી એકવાર પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

બસપા સુપ્રિમો માયાવતીએ મંગળવારે પ્રેસ કોન્ફરંન્સ દરમિયાન બેબાક નિવેદન આપતા કહ્યુ કે, પીએમ મોદીની નાવ હવે ડૂબી રહી છે અને હવે તો RSS પણ તેમનો સાથ છોડી રહ્યુ છે.

પીએમ મોદી પર માયાવતીનાં વજ્રઘાતી હુમલા આજે પણ યથાવત રહ્યા છે. આ પહેલા સોમવારનાં રોજ માયાવતીએ પીએમ મોદી પર પર્સનલ અટૈક કરતા કહ્યુ હતુ કે, ભાજપનાં નેતાઓની પત્નિઓ પોતાના પતિનાં મોદીની નજીક જવા પર હવે ડરી રહી છે. માયાવતીએ શાબ્દિક પ્રાહોરને યથાવત રાખતા આજે મંગળવારનાં રોજ પણ પીએમ મોદી અને આરએસએસ પર નિવેદન આપ્યુ હતુ. તેણે કહ્યુ કે, હવે RSS પણ ભાજપથી કિનારો કરી રહી છે, તે જ કારણ છે કે, RSS નાં લોકો આ ચુંટણીમાં મેદાનમાં જોવા મળ્યા નથી.