Lifestyle: ચોમાસાની સિઝન (Monsoon Season)માં ભેજ વધવાના લીધે વાળમાં ફ્રિઝીનેસ (Frizzy Hair)ની સમસ્યા થતી જોવા મળે છે. અને ઘણીવાર તો આ સમસ્યા ઘણી વધી જતા વાળની ઉચિત સંભાળ લેવામાં ન આવે તો વાળ રુખા-સૂખા અને નિર્જીવ (Dry Hair) લાગવા લાગે છે. ડર્મેટોલોજીસ્ટ અને હૅર સ્પેશ્યાલિસ્ટ તબીબોના મતે, જો તમારા વાળ ઝડપથી ફ્રીઝી થઈ જાય છે તો કેટલાક સરળ હૅર કેર ટિપ્સ (Hair Care Tips) અપનાવીને એમને સુંદર, સ્મૂધ અને શાઈની બનાવવામાં મદદ મળશે.
ફ્રીઝી હૅર માટેની ટિપ્સ (Frizzy Hair Care Tips)
કેટલાક સરળ હૅર કેર ટિપ્સ અપનાવો અને વાળને સુંદર સિલ્કી બનાવો.
1. શિયા બટરયુક્ત કંડિશનરનો ઉપયોગ
શિયા બટર વાળના મૂળને મૉઇશ્ચરાઇઝ રાખવા માટે આ કંડિશનર (Conditioner)નો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે. વાળમાં ભેજ જળવાઈ રહે એ માટે એ સહાયક સિદ્ધ થાય છે. જેથી શુષ્કપણું ઓછું થાય છે. વળી, આ કંડિશનર વાપરવાથી વાળમાં ગૂંચ પણ ભરાતી નથી.

2. અઠવાડિયે એક વાર હૅર માસ્ક લગાવો
હૅર એક્સપર્ટનું કહેવું છે કે જો તમારા વાળ વધુપડતા ડ્રાય અને ફ્રીઝી રહેતા હોય તો અઠવાડિયે એક વાર હૅર માસ્ક (Hair Mask) અવશ્ય લગાવો. એ વાળને ડિપ કંડિશનીંગ કરવામાં અને કુમાશ જળવાઈ રહે એમાં મદદ કરી શકે છે.
3. માઈક્રોફાઈબર ટૉવેલ વાપરો
વાળ સુકવવા માટે સામાન્ય રીતે, ટૉવેલને જોર-જોરથી ઘસવાથી બચવું. એના સ્થાને માઈક્રોફાઈબર ટૉવેલ (Microfiber towel)નો ઉપયોગ કરવો. આ વાળને વધારાનું પાણી શોષવાની સાથે ઘર્ષણ ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી વાળનું શુષ્કપણું ઓછું થઈ શકે છે.

4. મોટા દાંતા વાળો કાંસકો
ભીના અથવા તો ગૂંચવાયેલા વાળને સીધા કરવા માટે મોટા દાંતા વાળા કાંસકા (Comb)નો ઉપયોગ કરવો યોગ્ય રહેશે. વાળને નીચેથી ધીમે-ધીમે ઓળતા જઇને ઉપર તરફ ઓળવું. આમ કરવાથી વાળ ઓછા ખેંચાય છે અને તૂટવાથી બચાવવામાં મદદ મળે છે.
5. સિલ્કના ઓશીકાનો વપરાશ
ઊંઘતી વખતે વાળમાં થતા ઘર્ષણથી વાળમાં શુષ્કતા વધી જાય છે. એને ઓછી કરવા માટે સિલ્કના કાપડના કવર વાળા ઓશીકા (Silk Cushion)નો ઉપયોગ કરવો જેથી એનું ઘર્ષણ ઓછું કરવામાં મદદ મળી શકે છે. આમ કરવાથી સવારે વાળ ઓછા ગૂંચવાયેલા અને વધારે સ્મૂધ દેખાય છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો : ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન? નાળિયેર તેલમાં મિક્સ કરો આ ૩ વસ્તુઓ, વાળ બનશે મજબૂત
આ પણ વાંચો : ગરમીની ઋતુમાં યોગ્ય સ્કિન કેર રુટિન શું છે? ચહેરા પર પહેલા શું લગાવશો
આ પણ વાંચો : શિયાળામાં રુખા વાળની સંભાળ શી રીતે રાખશો? નોંધી લો હેર કેરની આ અનમોલ ટિપ્સ…
