Beauty Care: ગરમી(Summer)માં ત્વચા (Skin)ને નુકસાનથી બચાવવું ખૂબ જ જરૂરી છે. તે માટે સનસ્ક્રીન લગાવવું અત્યંત આવશ્યક છે. પણ ઘણી વખત મહિલાઓને આ બાબતને લઈને મૂંઝાવવું પડે છે કે પહેલા શું લગાવવું જોઈએ – સનસ્ક્રીન (Sunscreen) કે ફેસ પાઉડર (Face powder)?
સ્કિન કેરમાં ક્લિનિંગ, ટોનિંગ ઉપરાંત, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો પણ સમાવેશ કરવો જોઈએ. દરરોજ સનસ્ક્રીન લગાવવાથી માત્ર સનબર્ન (ત્વચા બળી જવી) સામે રક્ષણ મળતું નથી, પરંતુ તે તમારી ત્વચા (Skin)ને નરમ રાખવામાં પણ મદદ કરે છે. યોગ્ય રીતે લગાવવામાં આવેલ સનસ્ક્રીન (UV Rays)હાનિકારક કિરણો સામે રક્ષણ આપે છે જે બળી શકે છે. આજકાલ બજારમાં અનેક પ્રકારના સનસ્ક્રીન (Sunscreen) ઉપલબ્ધ છે. જે તમે તમારી ત્વચા (Skin)ના પ્રકાર અનુસાર પસંદ કરી શકો છો. જોકે, સ્ત્રીઓ ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે પહેલા સનસ્ક્રીન (Sunscreen) લગાવવી કે ફેસ પાવડર? જો તમને પણ આ મૂંઝવણ હોય તો આ લેખમાં સમજો કે પહેલા શું લગાવવું જોઈએ.

સૌથી પહેલા સનસ્ક્રીન (Sunscreen) લગાવો, કારણ કે તે તમારી ત્વચા (Skin)ને તાપમાં રહેલા હાનિકારક યૂવી કિરણોથી સુરક્ષિત રાખે છે. જ્યારે સનસ્ક્રીન સારી રીતે ત્વચામાં શોષાઈ જાય, ત્યારબાદ થોડોક ફેસ પાઉડર (Face powder) લગાવવું યોગ્ય છે, જે તમને મેટ લૂક આપે છે અને આખો દિવસ ચહેરો તાજો (Fresh) દેખાય છે.
પહેલા શું કરવું ?
જો તમે પણ મૂંઝવણમાં હોવ છો કે પહેલા શું લગાવવું તો અમે તમને જણાવી દઇએ ફેસ પાઉડર પહેલા સનસ્ક્રીન લગાવવી જોઇએ. સનસ્ક્રીન (Sunscreen) સામાન્ય રીતે ત્વચા માટે છેલ્લું સ્ટેપ હોય છે અને તેને ક્લિનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ પછી પણ મેકઅપ પહેલાં લગાવવું જોઈએ. મેકઅપના પહેલા સનસ્કીન લગાવવાથી ખાતરી થાય છે કે તે યોગ્ય રીતે શોષાય છે અને ત્વચા (Skin)ને વધુ સારી રીતે સુરક્ષિત રાખે છે. આ લગાવ્યા બાદ તમે ફેસ પાઉડર સહિત તમારો મેકઅપ પણ લાગાવી શકો છો.

મેકઅપથી પહેલા સનસ્ક્રીન કેવી રીતે લગાવું
મેકઅપ સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મૂંઝવણમાં મૂકી દે છે. ક્લિંઝરનો ઉપયોગ કર્યા પછી ટોનર અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો. પછી લગભગ 5 મિનિટ બાદ ચહેરા પર યોગ્ય રીતે સનસ્ક્રીન (Sunscreen) લગાવો. ચહેરાની સાથે ગળા પર પણ સનસ્ક્રીન લગાવો. સનસ્ક્રીન લગાવ્યા પછી ઓછામાં ઓછી 10 મિનિટ રાહ જુઓ અને પછી તમારી મેકઅપ પ્રોડક્ટ્સ લગાવવાનું શરૂ કરો. મેકઅપના પહેલા સ્ટેપમાં તમે પ્રાઈમર અને પછી ફાઉન્ડેશન અને બાદમાં કન્સિલરનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો:વાળમાં બર્ગન્ડી રંગ લગાવવા કેમિકલવાળી નહીં, ઘરે જ બનાવો ડાય; લહેરાતા વાળથી સૌ કોઈ મોહી ઉઠશે
આ પણ વાંચો:કાકડી આ રીતે ખાવાથી સદાય કબજીયાતથી મેળવો છુટકારો
આ પણ વાંચો:હાઈ હીલ્સ સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે? ભોગવવા પડે છે ગંભીર પરિણામ

