મથુરા
મથુરામાં યમુના એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત થયો છે આ અકસ્માતમાં પાંચ ગાડીઓ આગમાં સળગીને ભસ્મીભૂત થઇ ગઈ છે.
રવિવારે સવારે એક ગેસ ટેન્કરના ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવી દેતા બીજા ગેસ ટેન્કર સાથે અથડાયું હતું. આ ઘટનામાં બંને ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી.
આગના લીધે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Mathura: A gas tanker had exploded on Yamuna expressway after it rammed into another gas tanker in Surir near Milestone 85. The fire which engulfed 5 other vehicles, was later brought under control by fire tenders. 3 people critically injured. Police present at the spot.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 28, 2018
આ અકસ્માતની ચોંકાવનારી વાત તો એ છે કે આ આગના લીધે રસ્તા પરની બીજી પાંચ ગાડીઓ પણ તેના ઝપેટામાં આવી ગઈ હતી. જેને લીધે આ ગાડી આગમાં સળગી ભસ્મીભૂત થઇ ગઈ હતી.
ઘટનાની જાણ થતા અગ્નિશામક ગાડી પહોચી જતા થોડી વાર પછી આગ પર કાબુ મેળવી લીધો હતો.
Visuals from Mathura: A gas tanker had exploded on Yamuna expressway after it rammed into another gas tanker in Surir near Milestone 85. The fire which engulfed 5 other vehicles, was later brought under control by fire tenders. 3 people critically injured. Police present. pic.twitter.com/BQbxOwxibF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 28, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે નોએડા તરફથી ગેસથી ભરેલ ટેન્કર લઈને આવી રહેલા ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો અને જેના કારણે તેનું ટેન્કર અન્ય બીજા ગેસ ભરેલા ટેન્કરની સાથે અથડાયું હતું. બે ગેસના ટેન્કર અથડાયા હતા જેના પરિણામે આગ લાગી હતી અને આગ એટલી ભીષણ હતી કે ત્યાંથી પસાર થતા વાહનોને પણ પોતાના ઝપેટામાં લઇ લીધા હતા.
ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગને લીધે આજુબાજુના લોકો એક્સપ્રેસ-વે પર ભેગા થઇ ગયા હતા. ઘાયલ થયેલા ૩ લોકોની હાલત ઘણી નાજુક છે.
