જમ્મુ કાશ્મીર/ શોપિયામાં એન્કાઉન્ટર દરમિયાન ગોળીબારમાં ઘાયલ નાગરિકનું સારવાર દરમિયાન મોત

આતંકવાદીઓ,પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ વચ્ચેની અથડામણમાં ક્રોસ ફાયરિંગમાં ઘાયલ થયેલા એક નાગરિકનું મૃત્યુ થયું હતું.

Top Stories India
નાગરિકનું

IGP કાશ્મીર વિજય કુમારે માહિતી આપી છે કે શોપિયાં જિલ્લાના તુર્કવાગામમાં આતંકવાદીઓ,પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ વચ્ચેની અથડામણમાં ક્રોસ ફાયરિંગમાં ઘાયલ થયેલા એક નાગરિકનું મૃત્યુ થયું હતું. ઘાયલોને શ્રીનગરની SHMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ વ્યક્તિની ઓળખ પુલવામાના તુર્કવાંગમ વિસ્તારના શોએબ અહેમદ ગનાઈ તરીકે થઈ છે.

આતંકવાદીઓએ પુલવામામાં CRPF-182 Bn/SOGની સંયુક્ત પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું. આતંકવાદીઓ અને સંયુક્ત ટીમ વચ્ચે ગોળીબાર દરમિયાન, એક નાગરિક ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. એન્કાઉન્ટર બાદ આતંકીઓ નજીકના બગીચાઓમાં ઘૂસવામાં સફળ થયા હતા. શોધ હજુ ચાલુ છે. કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:શરદ પવાર પર અત્યંત વાંધાજનક ફેસબુક પોસ્ટ સામે પ્રખ્યાત અભિનેત્રીની ધરપકડ, વાંચો NCP ચીફની પ્રતિક્રિયા

આ પણ વાંચો:પૃથ્વી પર ક્યાંથી આવ્યું 70% પાણી? આ રહસ્ય આશ્ચર્યચકિત કરી દેશે

આ પણ વાંચો:ચારધામ યાત્રામાં 34 ભક્તોના મોત, બીજેપી પ્રવક્તાએ કહ્યું- મોક્ષની પ્રાપ્તિને કારણે મૃત્યુ