Bhuj News/ કચ્છમાં ત્રિપલ એક્સિડન્ટમાં 3નાં મોત:ભુજના પાલારા નજીક ખાવડા NH પરનો બાઈકસવાર દંપતી અને પુત્રનું મોત, ડમ્પર- ટ્રેઈલરની અડફેટે ચડ્યા

આ દુર્ઘટનાના કારણો અને અન્ય વિગતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે

Top Stories Gujarat Others

Bhuj News : ભુજ તાલુકાના પાલારા નજીક ખાવડા નેશનલ હાઇવે પર જેલ પાસે એક ભયાનક અકસ્માતમાં પતિ, પત્ની અને બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બાઇક અને ટ્રેઈલર, ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી, જેનાથી સુમરા પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને તેમના બાળકનું મૃત્યુ થયું છે. બાઇક અને ટ્રેલર વચ્ચે થયેલી આ ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેયે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા.

મૃતકોના નામ

ઇમરાન જુણા સુમરા ઉ.25
ઝરીના ઇમરાન સુમરા 22
ઈમ્તિયાઝ ઇમરાન સુમરા 4
બચાવ કામગીરી

સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરી હતી અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.સુમરા પરિવારના ત્રણ સભ્યોના અચાનક મોતથી પરિવારજનો અને નજીકના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને પીડાનું વાતાવરણ સર્જ્યું છે.

ભુજ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોની ઓળખ સુમરા પરિવારના સભ્યો તરીકે થઈ છે.આ દુર્ઘટનાના કારણો અને અન્ય વિગતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે

આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,