Not Set/ ગુગલ લાવ્યું છે કેટલાક નવા ફીચર્સ …. અહીં જાણો શું છે ખાસ

ગુગલનું જીમેલ એકલું જ એવું નથી જેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં છે. આ ઉપરાંત ગૂગલની જી સૂટ એપમાં ડૉક્સ, શીટ્સ, સ્લાઈડ્સ અને આવા જ ઘણા એવા ટૂલ્સ છે, જેનો લોકો ખુબ ઉપયોગ કરે છે. આ ટૂલ્સનો ઉપયોગ લાખો લોકો પીસી અને મોબાઈલ પ્લેટફોર્મ પર કરે છે. આ ટૂલ્સ પર કામ કરવા માટે ગૂગલએ એક નવો રસ્તો દર્શાવ્યો છે. હવે […]

Trending Tech & Auto

ગુગલનું જીમેલ એકલું જ એવું નથી જેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં છે. આ ઉપરાંત ગૂગલની જી સૂટ એપમાં ડૉક્સ, શીટ્સ, સ્લાઈડ્સ અને આવા જ ઘણા એવા ટૂલ્સ છે, જેનો લોકો ખુબ ઉપયોગ કરે છે.

આ ટૂલ્સનો ઉપયોગ લાખો લોકો પીસી અને મોબાઈલ પ્લેટફોર્મ પર કરે છે. આ ટૂલ્સ પર કામ કરવા માટે ગૂગલએ એક નવો રસ્તો દર્શાવ્યો છે.

હવે આપ એક સિંગલ યુઆરએલ દ્વારા ગુગલના આ ટૂલ્સની નવી ફાઈલ પર કામ  કરી શકશો. ગૂગલે ટ્વિટર પર આના વિષે ઘોષણા કરતા જણાવ્યું કે હવે આપ નવું ટેબ ખોલીને ફક્ત docs.new, doc.new અથવા document.new ટાઈપ કરશો એટલે એક નવું ડોક્યુમેન્ટ ખુલી જશે.

ગૂગલએ હાલમાં જ જીમેલ માટે compose actions ફીચર પણ પેશ કર્યું હતું, જ્યાં આપ કોઈ પણ થર્ડ પાર્ટી કલાઉડ સ્ટોરેજ પરથી ડાઉનલોડ કાર્ય વિના કોઈ પણ ફાઈલ અટેચ કરી શકો છો.