Dharma & Bhakti/ હરતાલિકા ત્રીજના દિવસે ભૂલથીયે ન કરવા આ કામ…વ્રત-પૂજાનું ફળ થઈ શકે છે પ્રભાવિત..!

આ ત્રીજ (Hartalika Teej)ના દિવસે મહિલાઓ પતિનું લાંબુ આયુષ્ય થાય એ માટે વ્રત ઉપવાસ રાખે છે…પતિ, પરિવાર અથવા તો કોઈ પણ વ્યક્તિ પર ક્રોધ કરવાથી…

Trending festival Religious Dharma & Bhakti
Hartalika Teej 2026 ના દિવસે આટલી ભૂલો ન કરશો!

Dharm & Bhakti: હરતાલિકા ત્રીજ (Hartalika Teej 2026)નું વ્રત ફક્ત નિર્જળા રહેવા સુધી જ સીમિત નથી, પરંતુ એમાં પૂજા-પાઠની સાથે સાથે આચરણ સંબંધી નિયમોનું પણ મહત્વ રહેલું છે. આ દિવસે સુહાગણ મહિલાઓ ભગવાન શિવ અને મા પાર્વતી (Shiv-Parvati)નું પૂજન કરીને વૈવાહિક સુખ-સંપત્તિ અને અખંડ સૌભાગ્યની કામના કરે છે. આ સંજોગોમાં વ્રત દરમિયાન, કરવામાં આવેલી નાની-નાની ભૂલો અંગે અમુક ધાર્મિક માન્યતાઓ પ્રવર્તમાન છે. જો તમે પણ આ વ્રત (Vrat, Fast) કરવાના હો તો આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું.

ત્રીજના દિવસે મહિલાઓ પતિનું લાંબુ આયુષ્ય થાય એ માટે વ્રત ઉપવાસ (Fast) રાખે છે જ્યારે ગણેશ ચતુર્થીએ શ્રધ્ધાળુ ભક્તજનોની પોતાના ઘરમાં બાપ્પાના આગમનની પ્રતિક્ષાનો અંત આવે છે. આમ દર વર્ષે ગણેશ ચતુર્થીનું પર્વ ત્રીજના બીજા દિવસે આવતું હોય છે. પરંતુ આ વર્ષે આ બંને તહેવાર એક જ દિવસે આવી રહ્યાં છે. આવો સંયોગ ત્રીજ અને ચોથ (Hartalika Teej and Ganesh Chaturthi 2026) બંને એક જ દિવસે હોવાથી રચાઈ રહ્યો છો. તો ચાલો, તમને દર્શાવીએ હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થીની સાચી તારીખ અને એ બંને તહેવારોની પૂજાનું શુભ મુહૂર્ત…

એક જ દિવસે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી

આ વર્ષે એક જ દિવસે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી બંને તહેવાર (Hartalika Teej and Ganesh Chaturthi 2026 Festival)

આ વર્ષે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2026) એમ બંને પર્વ એકસાથે જ 14 સપ્ટેમ્બર 2026, સોમવાર (14 September 2026, Monday)ના દિવસે જ મનાવવામાં આવશે. 13 સપ્ટેમ્બરે સવારે 07:08 કલાકે શરુ થતી તૃતિયા તિથિ 14 સપ્ટેમ્બરના સવારે 07:06 મિનિટ સુધી આ તૃતિયા તિથિ રહેશે અને ત્યાર બાદ ચતુર્થી મનાવાશે. જો કે 14 સપ્ટેમ્બરના તૃતિયા તિથિ સૂર્યોદયના સમયે વિદ્યમાન રહેવાની હોવાથી હરતાલિકા ત્રીજનું વ્રત 14 સપ્ટેમ્બરે જ રાખવું વધારે ઉત્તમ રહેશે.

આ દિવસે સવાર-સવારમાં જ ચતુર્થી તિથિ પણ પ્રારંભ થઈ જશે આથી આ જ દિવસે ગણેશ ચતુર્થી પણ મનાવવામાં આવશે. ગણેશ ચતુર્થીની પૂજા માટે મધ્યાન્હ કાળનો સમય સૌથી વધુ શુભ માનવામાં આવે છે જે સમય 14 સપ્ટેમ્બરે જ પ્રાપ્ત થશે આથી પણ આ દિવસે જ ગણેશ ચતુર્થી મનાવાશે.

હરતાલિકા ત્રીજનું શુભ મુહૂર્ત 2026 (Hartalika Teej Shubh Mahurat)

14 સપ્ટેમ્બર 2026ના રોજ હરતાલિકા ત્રીજનું શુભ મુહૂર્ત સવારના 06:05 વાગ્યાથી 07:06 વાગ્યા સુધી રહેશે. જે લોકો આ મુહૂર્તમાં પૂજા ન કરી શકે એ સાંજે પ્રદોષ કાળના સમયે પણ હરતાલિકા ત્રીજની પૂજા કરી શકે છે.

શિવ-પાર્વતીનું સ્મરણ

હરતાલિકા વ્રતમાં આ ભૂલો ન કરવી (Mistakes during Hartalika Vrat)

1. હરતાલિકા ત્રીજના દિવસે સુહાગણ સ્ત્રીઓના શૃંગારનું અનેરું મહત્વ છે. આ દિવસે ભૂલથી પણ કાળા કપડા (Black Cloths) કે કાળી બંગડી પહેરવી નહિં. પૂજા અને શૃંગાર માટે લાલ, લીલા અથવા તો પીળા રંગના કપડા અને શૃંગારને પ્રાથમિકતા આપવી. આ રંગો સુહાગ અને શુભત્વનું પ્રતીક છે.

2. આખો દિવસ વ્રત રાખો ત્યારે મન શાંત રાખવું જરુરી છે. આથી પતિ (Husband), પરિવાર અથવા તો કોઈ પણ વ્યક્તિ પર ક્રોધ (Anger) કરવાથી બચવું. નકારાત્મક ભાવનાઓથી દૂર રહીને ધ્યાન અને ભક્તિમાં મન પરોવવું.

3. હરતાલિકા ત્રીજનું વ્રત અન્ય વ્રતોથી અલગ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતમાં દિવસે ઊંઘવુ જોઈએ નહિં…નવરાશના સમયે આરામ કરવાના સ્થાને શિવ-પાર્વતીનું સ્મરણ, ભજન, મંત્ર જાપમાં સમય વ્યતીત કરવો. આમાં પરંપરાગત રીતે રાત્રિ જાગરણની પણ મહત્તા દર્શાવવામાં આવેલી છે.

4. એક વાર આ વ્રત શરુ કરો પછી દર વર્ષે એને કરવાની પરંપરા દર્શાવવામાં આવેલી છે. આમાં વ્રતના સંકલ્પનું પણ વિશેષ મહત્વ છે. આ ઉપરાંત તમારી શારીરિક ક્ષમતાનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે અને જો તબિયત સારી ન હોય તો સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જરુરી છે.

5. આ વ્રતમાં ગણેશજી (Lord Ganesha)ની આરાધના કરવામાં આવે છે અને પૂજાની શરુઆત ગણેશજીના સ્મરણ અને પૂજનથી કરવાની પરંપરા છે કારણ કે, ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે. ત્યાર બાદ, શિવ-પાર્વતીનું પૂજન કરીને દાંપત્ય જીવનની પ્રસન્નતા અને અખંડ સૌભાગ્યની કામના કરવી.

સંયોગવશ આ વર્ષે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એમ બંને પર્વ એકસાથે જ મનાવવામાં આવનાર હોવાથી એનું મહત્વ અનેકગણું વધી જાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શું આ વખતે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે? આ મૂંઝવણને કરો દૂર..!

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…