Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળનું આ નીચ રાશિમાં ગોચર (Mangal Gochar 2026) વિશેષ કરીને 4 રાશિઓની હેરાનગતિ વધારી શકે છે. આ રાશિના જાતકોને કેરિયરથી માંડીને આર્થિક બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની રહેશે.
ગણેશ ચતુર્થી બાદ 18 સપ્ટેમ્બર 2026 (18 September 2026)ના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ દેવ (Mangal Graha) કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે…જ્યાં એ 12 નવેમ્બર સુધી વિરાજમાન રહેશે. ત્યાર બાદ એ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, મંગળનું આ નીચ રાશિમાં ગોચર વિશેષ કરીને 4 રાશિઓની હેરાનગતિ વધારી શકે છે. આ રાશિના જાતકોને કેરિયરથી માંડીને આર્થિક બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની રહેશે. આ સાથે જ શત્રુઓ (Enemies)થી પણ સાવધ રહેવાની જરુર છે. તો ચાલો જાણીએ કે આ રાશિઓ (Zodiac Signs) કઈ-કઈ છે?
મંગળનું આ ગોચર (Mangal Gochar 2026) 4 રાશિઓ માટે પડકારજનક
મંગળનું આ નીચ રાશિમાં ગોચર વિશેષ કરીને 4 રાશિઓની હેરાનગતિ વધારી શકે છે.

1. ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિ વાળા લોકોએ મંગળનું કર્ક રાશિમાં ગોચર કઠીન સાબિત થઈ શકે છે. વાહન અથવા મશીનરી સંબંધી દુર્ઘટના (Accident) થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રે ગુપ્ત શત્રુઓથી નુકસાન થઈ શકે છે. ધન સંબંધી બાબતોમાં અત્યંત સતર્કતા રાખવી જરુરી રહેશે. કોઈ પણ નવા કાર્યની શરુઆત સમજી-વિચારીને કરવી.
2. સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો… મંગળનું ગોચર તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યું છે. આથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. જમીન-જાયદાદ સાથે સંલગ્ન બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની રહેશે. લડાઈ-ઝગડા કરવાથી બચવું નહિં તો કોર્ટ-કચેરી (Court Case)ના ચક્કર લગાવવા પડી શકે છે. આ સમય દરમિયાન, કોઈ પણ નવા કાર્યની શરુઆત કરવાનું ટાળવું.
3. મિથુન રાશિ (Gemini)
મિથુન રાશીના જાતકો માટે મંગળનું આ ગોચર કષ્ટદાયક રહેશે. તમારી વાણીમાં કટુતા આવશે. પરિવારના સભ્યો સાથે કોઈ ને કોઈ બાબતને લઈને વાદ-વિવાદ (Debate) થઈ શકે છે. આ દરમિયાન, તમારે તમારી વાણી પર સંયમ રાખવાની જરુર રહેશે. આ ઉપરાંત, સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સંબંધે સતર્ક રહેવાની જરુર રહેશે. ગમે તે અને ગમે ત્યાં ખાવાનું ટાળવું.
4. મેષ રાશિ (Aries)
મંગળ તમારા ચોથા ભાવમાં ગોચર કરશે, જેથી તમારા જીવનમાં પડકારો (Challanges)નો સામનો કરવો પડી શકે છે. માતાનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. કોઈ ને કોઈ બાબતને લઈને ચિંતા રહેશે. માનસિક તણાવ ઘણો વધારે સહન કરવો પડી શકે છે. વાહન ચલાવતા સમયે ખાસ સાવધાની રાખવાની રહેશે, નહિં તો નુકસાન થઈ શકે છે. તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે.

શો ઉપાય કરવો? (Upay for Mangal Gochar 2026)
મંગળના ગોચરના ખરાબ પ્રભાવથી બચવા માટે મંગળવારના દિવસે મસૂરની દાળ, ગોળ, તાંબાના વાસણ, લાલ વસ્ત્ર અથવા તો ભોજનનું દાન (Daan) કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત, મંગળના મંત્રોનો જાપ કરવાથી પણ રાહત રહેશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 1 ઓગસ્ટે કન્યા રાશિમાં શુક્રનું ગોચર: આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાની
આ પણ વાંચો: ગ્રહ પરિવર્તન 2026: સિંહ રાશિમાં શુક્રની પધરામણી, 1 ઓગસ્ટ સુધી આ 3 રાશિના જાતકો પર થશે ધન-વૈભવનો વરસાદ
આ પણ વાંચો: 11 મેના રોજ રચાવા જઇ રહ્યો છે…શુક્ર-ગુરુનો શક્તિશાળી યોગ…આ 4 રાશિઓને મળશે મોટો લાભ..
