Surat News : સુરતમાં ગણેશોત્સવ (Ganeshotsav)નજીક આવતાં ફૂલોની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક ઉત્પાદક વિસ્તારોમાં હવામાનની અસરને કારણે આવક ઘટતાં ફૂલોના ભાવમાં 10થી 15 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
ગણેશોત્સવ (Ganeshotsav) પહેલાં સુરતમાં ફૂલ બજાર ગરમાયું
ગણેશોત્સવ (Ganeshotsav)દરમિયાન ગણેશજીની પૂજા, પંડાલના શણગાર અને ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલોની માગમાં વધારો થાય છે. સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલા મુખ્ય ફૂલ બજાર (Surat Flower Market)માં વહેલી સવારથી જ હોલસેલ વેપારીઓ અને છૂટક ગ્રાહકોની અવરજવર વધી છે.
હાલ બજારમાં ગલગોટા (Marigold), દેશી ગુલાબ, મોગરો અને સેવંતી સહિતના ફૂલોની ખરીદી વધી રહી છે. ગયા વર્ષની સરખામણીએ બજારમાં વિવિધ ફૂલોના ભાવમાં અંદાજે 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે.
મોગરો (Jasmine) ₹500 સુધી પહોંચતા ગ્રાહકોને ઝટકો

ફૂલ બજારમાં સૌથી વધુ ચર્ચા મોગરાના ભાવની થઈ રહી છે. હોલસેલમાં આશરે ₹200થી ₹250 પ્રતિ કિલોના ભાવે મળતો મોગરો છૂટક બજારમાં ₹400થી ₹500 સુધી વેચાઈ રહ્યો છે. પૂજા ઉપરાંત વેણી અને ગજરા માટે પણ મોગરાની માગ વધુ રહે છે.
દેશી ગુલાબ (Desi Rose)નો હોલસેલ ભાવ આશરે ₹250થી ₹290 છે, જ્યારે છૂટક બજારમાં તે ₹350થી ₹400 સુધી પહોંચી ગયો છે. સેવંતીનો હોલસેલ ભાવ ₹120થી ₹160ની સામે છૂટક બજારમાં ₹220થી ₹280 સુધી જોવા મળી રહ્યો છે.
વરસાદથી આવક ઘટી, ફૂલોના ભાવમાં વધારો
ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પૂજા, પંડાલના શણગાર અને ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલોની માગમાં વધારો થાય છે. સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલા મુખ્ય ફૂલ બજારમાં વહેલી સવારથી જ હોલસેલ વેપારીઓ અને છૂટક ગ્રાહકોની અવરજવર વધી છે
આ વર્ષે કેટલાક ઉત્પાદક વિસ્તારોમાં વરસાદી સ્થિતિ ગત વર્ષની સરખામણીએ નબળી રહેતાં ઉત્પાદન અને બજારમાં આવક પર અસર પડી છે. પુરવઠો ઓછો હોવા છતાં તહેવારના કારણે માગમાં વધારો થતાં ભાવમાં તેજી જોવા મળી રહી છે.
હાલ ગણેશોત્સવ માટે ગલગોટા, મોગરો, ગુલાબ અને સેવંતીની ખરીદી મોટા પ્રમાણમાં થઈ રહી છે. બજારમાં આવક અને માગ વચ્ચેનું સંતુલન બગડતાં તેની સીધી અસર ગ્રાહકોના બજેટ પર પડી રહી છે.
તહેવારો બાદ લગ્નસરામાં પણ ભાવ વધવાની શક્યતા
વેપારીઓના ગણેતેશોત્સવ દરમિયાન ગલગોટા અને સેવંતીની માગ સૌથી વધુ રહે છે. ત્યારબાદ લગ્નસરાની સિઝન શરૂ થતાં ગુલાબ અને મોગરાની માગમાં પણ વધારો થઈ શકે છે.
જો આગામી દિવસોમાં બહારના રાજ્યોમાંથી ફૂલોની આવકમાં મોટો વધારો નહીં થાય તો ભાવમાં વધુ તેજી આવી શકે છે. બીજી તરફ, ભારે વરસાદ અથવા વાતાવરણમાં અચાનક ફેરફાર થાય તો ફૂલોની ગુણવત્તા અને પુરવઠા પર પણ અસર થવાની શક્યતા છે.
આમ, ગણેશોત્સવ પહેલાં જ ફૂલ બજારમાં ભાવ વધારાની અસર દેખાવા લાગી છે. આગામી દિવસોમાં માગ અને આવકની સ્થિતિ કેવી રહે છે તેના આધારે ફૂલોના ભાવની દિશા નક્કી થશે
