Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં Ph.D. પ્રવેશ (Gujarat University PhD Admission) પ્રક્રિયાને લઈને વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા Ph.D. પ્રવેશ પ્રક્રિયામાં કેટલીક અનિયમિતતાઓ હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPના કાર્યકર્તાઓએ કુલપતિ કચેરી ખાતે હલ્લાબોલ કરી વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી.
ખાસ કરીને ક્લાઈમેટ ચેન્જ સહિત HPP ધોરણે ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં ઉપલબ્ધ બેઠકો અને વિષયોની પૂરતી માહિતી સત્તાવાર પ્રવેશ (Gujarat University PhD Admission) પોર્ટલ પર ઉપલબ્ધ ન હોવાનો ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સંગઠને ખાલી બેઠકો પોર્ટલ પર દર્શાવવા, કાયમી અધ્યાપકોની ભરતી કરવા અને Ph.D. માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવાની માંગ કરી છે.
HPP બેઠકો પોર્ટલ પર દર્શાવવાની ABVPની માંગ
ABVPના ગુજરાત યુનિવર્સિટી પ્રમુખ વિરલ દેવમોરારીએ આ મુદ્દે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમર્થ પોર્ટલ પર કેટલાક મહત્વના વિષયોના વિકલ્પો ઉપલબ્ધ નથી. સંગઠનના જણાવ્યા પ્રમાણે, જે અભ્યાસક્રમોમાં પૂરતા અધ્યાપકો ઉપલબ્ધ નથી તેવા વિષયોના વિકલ્પો બંધ કરવામાં આવ્યા છે.
ABVPનો આક્ષેપ છે કે કાયમી પ્રાધ્યાપકોની અછતના કારણે વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયમાં Ph.D. કરવાની તકથી વંચિત રહેવું પડી રહ્યું છે. સંગઠને યુનિવર્સિટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે કાયમી સ્ટાફની ભરતી ઝડપથી કરવામાં આવે અને જે બેઠકો નિયમ મુજબ ઉપલબ્ધ હોય તે પોર્ટલ પર ઉમેરવામાં આવે.
Gujarat University PhD Admission: ફોર્મ ભરવાની મુદત વધારવાની પણ માંગ
વિદ્યાર્થી સંગઠન દ્વારા વધુમાં જણાવાયું હતું કે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓને રાહત આપવા માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવે. ABVPનું કહેવું છે કે પોર્ટલ પર જરૂરી વિષયો અને બેઠકો અંગે સ્પષ્ટતા ન હોવાથી અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. સંગઠને વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયમાં Ph.D. માટે અરજી કરવાની તક મળે તે માટે પ્રવેશ (Gujarat University PhD Admission) પ્રક્રિયામાં જરૂરી સુધારા કરવાની માંગ સાથે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ વ્યાપક આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
UGCના નિયમો મુજબ જ Ph.D. પ્રવેશ: ઇન્ચાર્જ કુલપતિ
બીજી તરફ, વિદ્યાર્થીઓની રજૂઆત અંગે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ યુનિવર્સિટીનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે Ph.D. પ્રવેશ પ્રક્રિયા UGCના નિયમો અનુસાર જ હાથ ધરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, નિયમ પ્રમાણે માન્ય કાયમી અધ્યાપકો જ સંશોધન માર્ગદર્શક એટલે કે Ph.D. ગાઈડ બની શકે છે. માર્ગદર્શન માટે પણ અધ્યાપકની કેટેગરી પ્રમાણે મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આસિસ્ટન્ટ પ્રોફેસર: વધુમાં વધુ 4 સંશોધન વિદ્યાર્થીઓ
એસોસિએટ પ્રોફેસર: વધુમાં વધુ 6 સંશોધન વિદ્યાર્થીઓ
પ્રોફેસર: વધુમાં વધુ 8 સંશોધન વિદ્યાર્થીઓ
ઇન્ચાર્જ કુલપતિના જણાવ્યા પ્રમાણે, કાયમી ફેકલ્ટીની ઉપલબ્ધતા અને તેમના માર્ગદર્શન હેઠળ લઈ શકાય તેવા વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે જ Ph.D.ની બેઠકો પોર્ટલ પર ફાળવવામાં આવે છે.
Gujarat University PhD Admission: મનસ્વી રીતે બેઠકો વધારી શકાય નહીં: યુનિવર્સિટી
ડૉ. જગદીશ જોશીએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ અધ્યાપકોની સંખ્યા અને નિયમોની મર્યાદા બહાર જઈને મનસ્વી રીતે Ph.D.ની બેઠકો વધારી શકાય નહીં. જરૂરી માર્ગદર્શકો ઉપલબ્ધ ન હોય તો સીધા વિદ્યાર્થીઓને પ્રવેશ (Gujarat University PhD Admission) આપી શકાય નહીં. જોકે, ABVP દ્વારા કરવામાં આવેલી રજૂઆતને યુનિવર્સિટી તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી છે. સમગ્ર મામલાની વિસ્તૃત ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ વિભાગમાં UGCના નિયમો અનુસાર વધારાની બેઠકો ઉપલબ્ધ હોવાનું જણાશે, તો વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
Gujarat University PhD Admission: હવે યુનિવર્સિટી તંત્રના નિર્ણય પર નજર
એક તરફ ABVP દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં વધુ બેઠકો દર્શાવવા અને ફોર્મ ભરવાની સમયમર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ યુનિવર્સિટી તંત્રએ UGCના નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું છે. હવે યુનિવર્સિટી દ્વારા વિવિધ વિભાગોમાં ઉપલબ્ધ કાયમી ફેકલ્ટી, Ph.D. માર્ગદર્શકોની ક્ષમતા અને બેઠકોની ફરી ચકાસણી બાદ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર વિદ્યાર્થીઓની નજર છે.
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હલ્લાબોલ, ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં B.Comની પરીક્ષામાં મોટો લોચો, વિદ્યાર્થીઓને વહેંચી દીધા ખોટા પેપર
