Una News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉટવાળા ગામમાં આવેલી આંગણવાડીમાં બાળકને નાસ્તો (Una Anganwadi Child Sick) આપ્યા બાદ તેની તબિયત લથડ્યાની ઘટના સામે આવી છે. બાળકની ઉલ્ટીમાં જીવતી ઈયળ નીકળ્યાનો માતા-પિતાએ આક્ષેપ કરતાં મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને પગલે પરિવાર દ્વારા બાળકને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
કેળા અને સીરો ખાધા બાદ ઉલ્ટી થઈ હોવાનો પરિવારનો દાવો
મળતી માહિતી મુજબ, બાળક સવારે નાસ્તો (Una Anganwadi Child Sick) કર્યા વગર આંગણવાડી કેન્દ્રમાં ગયું હતું. ત્યાં તેને અન્ય બાળકોની જેમ કેળા અને સીરો આપવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે, નાસ્તો કર્યા બાદ બાળક ઘરે પરત આવ્યું હતું અને ત્યારબાદ તેને ઉલ્ટી થવા લાગી હતી. બાળકની ઉલ્ટીમાં જીવતી ઈયળ જોવા મળી હોવાનો માતા-પિતાનો દાવો છે. બાળકની માતા મનીષાબેને જણાવ્યું હતું કે બાળક આંગણવાડીમાંથી ઘરે આવ્યા બાદ તરત જ ઉલ્ટી કરવા લાગ્યો હતો. ઉલ્ટીમાં ઈયળ જોવા મળતાં પરિવારજનોએ ચિંતા સાથે બાળકને સારવાર માટે લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
પહેલા સ્થાનિક સારવાર બાદ ઉના સરકારી હોસ્પિટલ લઈ જવાયું
ઘટના બાદ પરિવારજનોએ બાળકની તબિયત અંગે આંગણવાડી કેન્દ્રના સંચાલકને જાણ કરી હતી. બાળકની માતાના જણાવ્યા પ્રમાણે, સંચાલક તરફથી તેમને ‘આવું તો થયા કરે’ એવો જવાબ મળ્યો હતો. ત્યારબાદ પરિવારજનો સરપંચ પાસે પહોંચ્યા હતા. સરપંચે બાળકને તાત્કાલિક સારવાર માટે ઉના લઈ જવાની સલાહ આપી હતી. જેથી પરિવારજનોએ બાળકને ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું.
મુખ્યસેવિકાનો જવાબ- બાળકની તબિયત ઘરે ગયા બાદ બગડી
આ મામલે આંગણવાડીની મુખ્યસેવિકા તેજલબેન પંચોલીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં તમામ બાળકોને એકસરખો નાસ્તો (Una Anganwadi Child Sick) આપવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, બાળકની તબિયત આંગણવાડી કેન્દ્રમાં નહીં પરંતુ ઘરે ગયા બાદ બગડી હતી. મુખ્યસેવિકાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોતે પણ ઉના સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં ડોક્ટર સાથે બાળકની સ્થિતિ અંગે વાત કરી હતી. ડોક્ટરે બાળકની હાલત હાલમાં સારી હોવાનું જણાવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.
સુપરવાઈઝર પણ હોસ્પિટલ પહોંચ્યા
ઘટનાની જાણ થતાં આંગણવાડીના સુપરવાઈઝર પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે બાળકની તબિયત અંગે માહિતી મેળવી હતી. આ ઘટનાને પગલે આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તપાસની માગ ઉઠી છે.
Una Anganwadi Child Sick: અન્ય બાળકોના નાસ્તાની પણ તપાસની માગ
ઉટવાળા ગામની આંગણવાડીમાં 15થી વધુ બાળકો આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેથી ગ્રામજનો અને પરિવારજનો દ્વારા માત્ર એક બાળક પૂરતી તપાસ ન રાખીને અન્ય બાળકોને આપવામાં આવેલા નાસ્તાની પણ ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવાની માગ કરવામાં આવી છે. સાથે જ અન્ય બાળકોએ પણ આ નાસ્તો (Una Anganwadi Child Sick) લીધો હોવાથી જરૂર જણાય તો તેમના તબીબી પરીક્ષણ કરવાની માગ કરવામાં આવી રહી છે.
નાસ્તાના નમૂનાની તપાસથી હકીકત સ્પષ્ટ થશે
હાલ બાળકની તબિયત લથડવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. એક તરફ પરિવાર નાસ્તો (Una Anganwadi Child Sick) કર્યા બાદ બાળકની ઉલ્ટીમાં જીવતી ઈયળ નીકળ્યાનો આક્ષેપ કરી રહ્યું છે, જ્યારે આંગણવાડી તરફથી બાળકની તબિયત ઘરે ગયા બાદ બગડી હોવાનું જણાવવામાં આવ્યું છે. આથી આંગણવાડીમાં આપવામાં આવેલા કેળા-સીરાના નમૂનાની તપાસ, સ્વચ્છતા અંગે ચકાસણી અને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે તો જ બાળકની તબિયત બગડવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે તેમ છે. હાલ બાળક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો:‘પશુ પણ ન ખાય’ તેવી રોટલી! રાજકોટની આંગણવાડીના ભોજનને લઈને વાલીઓમાં રોષ
આ પણ વાંચો:મહેસાણામાં 10 વર્ષથી જર્જરિત પાણીની ટાંકી બની મોતનું જોખમ! આંગણવાડી અને 15 ઘરો પર લટકતી હોનારત
