Breaking News/ ખાડિયાની સોનીની દુકાનમાં ફાયરિંગ કરીને કરોડોની લૂંટ કરનાર મુખ્ય આરોપી આખરે ઝડપાયો

અમદાવાદના ખાડિયામાં વર્ષ 2024માં સોનીની દુકાનમાં ફાયરિંગ સાથે થયેલી અંદાજે ₹1.51 કરોડની લૂંટ કેસ (Khadia Loot Case)માં ઝોન-3 LCBએ મુખ્ય આરોપી દીપક રમેશચંદ્ર ભુકેરને હથિયાર સાથે ઝડપી પાડ્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Khadia Loot Case: વર્ષ 2024ના ચકચારી ફાયરિંગ વિથ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો

Breaking News: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષ 2024 દરમિયાન બનેલા ફાયરિંગ સાથેના ચકચારી લૂંટ કેસ (Khadia Loot Case)માં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ઝોન-3 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ કરોડો રૂપિયાના મુદ્દામાલની લૂંટમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યું છે અને હાલ તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

Khadia Loot Case: ₹1.51 કરોડની લૂંટનો આરોપી ઝડપાયો!

પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં ખાડિયાની એક સોનીની દુકાનમાં મોઢા પર રૂમાલ બાંધીને એક શખ્સ પિસ્તોલ સાથે ઘૂસ્યો હતો. આરોપીએ ફાયરિંગ કરી દુકાનમાં હાજર લોકોને ભયભીત કર્યા બાદ સોનાના બિસ્કિટ, સોનાનો વીટીઓ સહિત અંદાજે ₹1.51 કરોડના દાગીના અને કિંમતી મુદ્દામાલની લૂંટ (Khadia Loot Case) ચલાવી ફરાર થઈ ગયો હતો.

આ કેસમાં તપાસ સતત ચાલી રહી હતી. દરમિયાન જામનગરમાં હથિયાર ચોરીના એક અલગ કેસની તપાસ દરમિયાન પોલીસને મહત્વના પુરાવા મળ્યા હતા. તે આધારે તપાસ આગળ વધારતા ખાડિયા લૂંટકાંડ સાથે જોડાયેલી કડીઓ મળી આવી હતી.

ઝોન-3 LCBએ ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે આરોપી દીપક રમેશચંદ્ર ભુકેરને ઝડપી પાડ્યો હતો. ધરપકડ દરમિયાન તેની પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યું છે.

પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ લૂંટ (Khadia Loot Case)માં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં, લૂંટાયેલા મુદ્દામાલનો કેટલો ભાગ હજુ બાકી છે તેમજ સમગ્ર કાવતરું કેવી રીતે રચાયું હતું તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલુ છે.ઝોન-3 LCBની આ કાર્યવાહી બાદ વર્ષોથી ચર્ચામાં રહેલા આ કેસમાં મહત્વની પ્રગતિ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો:વડોદરામાં ચોંકાવનારી ઘટના: બાળકી હત્યા કેસના આરોપીએ PSIની પિસ્તોલ ઝૂંટવી કરી ફાયરિંગ

આ પણ વાંચો:ખેડાના માતરમાં ફાયરિંગના આક્ષેપથી ખળભળાટ, નિવૃત્ત PSIના ઘરે હુમલાની ફરિયાદ

આ પણ વાંચો:વડોદરામાં અંગત અદાવતમાં ફાયરિંગ