જાહેરાત/ આખરે આતુરતાનો આવ્યો અંત,આજે નરેશ પટેલ સત્તાવાર રીતે રાજકારણ અંગેની જાહેરાત કરશે!

ખોડલધામ કાગવડમાં ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ બેઠક કરશે. જેના બાદ તેઓ પત્રકાર પરિષદમાં પોતાનો રાજકીય નિર્ણયનું એલાન કરશે.

Top Stories Gujarat
  • ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની આજે પ્રેસ કોન્ફરન્સ
  • રાજકારણમાં પ્રવેશ અંગે કરશે જાહેરાત
  • ખોડલધામ ટ્રસ્ટીઓ રજૂ કરશે પોતાના મુદ્દાઓ
  • નરેશ પટેલ રાજકારણમાં નથી જોડાવાનાઃસૂત્ર
  • રાજકારણમાં પ્રવેશ અંગે કરશે જાહેરાત

ગુજરાતમાં ખોડલધામના નરેશ પટેલ રાજકારણ પ્રવેશ કરવાની અટકળો પર આજે સત્તાવાર રીતે પૂર્ણવિરામ લાગી શકે છે,ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં નહિ આવે તે હવે સામે આવી ગયુ છે.  સત્તાવાર રીત રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરી શકે છે. ખોડલધામ કાગવડમાં ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ બેઠક કરશે. જેના બાદ તેઓ પત્રકાર પરિષદમાં પોતાનો રાજકીય નિર્ણયનું એલાન કરશે.

રાજનીતિ /  BJP ને મતદાન વધારવાની રણનીતિ પર મહિલા મોરચો રોડા સમાન સાબિત થશે?

ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ આજે સત્તાવાર રીતે રાજકારણ અંગેનો નિર્ણય જાહેર કરશે, આ બેઠકમાં પહેલા વર્ચયુઅ રીતે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સામેલ થવાના હતા પરતું આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર હવે પ્રશાંત કિશોર આ બેઠકમાં ઉપસ્થિત રહેશે નહીં. આ બેઠક કાગવડ ખાતે યોજાશે. બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખોડલધામના નરેશ પટેલ આજે તેમની રાજકીય સફર અંગે મહત્વનો નિર્ણય જાહેર કરશે.