Gandhinagar News : જાન્યુઆરી મહિનો શરૂ થતા જ ગુજરાત સરકાર આગામી બજેટ સત્રની તૈયારીઓમાં લાગી ગઈ છે. આવતા મહિને રજૂ થનારા બજેટને ધ્યાનમાં રાખીને વિધાનસભા (Assembly) ની કામકાજ સલાહકાર સમિતિની પુનઃરચના કરવામાં આવી છે. આ પુનઃરચનામાં ચાર નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બજેટ સત્ર પહેલા વિધાનસભા (Assembly) કામકાજ સલાહકાર સમિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણી, કુંવરજી બાવળીયા અને મનીષા વકીલને સામેલ કરવામાં આવ્યા છે. નવી નિમણૂક બાદ વિધાનસભા (Assembly) કામકાજ સલાહકાર સમિતિમાં કુલ 9 સભ્યોનો સમાવેશ થયો છે.
આ સમિતિમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે 9 સભ્યોમાં માત્ર એક જ કોંગ્રેસના ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી પક્ષ નેતા તુષાર ચૌધરીને સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
વિધાનસભા (Assembly) કામકાજ સલાહકાર સમિતિના સભ્યો
-
ભૂપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી
-
હર્ષ સંઘવી – નાયબ મુખ્યમંત્રી
-
કનુભાઈ દેસાઈ – નાણામંત્રી
-
જીતુ વાઘાણી – કેબિનેટ મંત્રી
-
ઋષિકેશ પટેલ – મંત્રી
-
કુંવરજી બાવળીયા – મંત્રી
-
મનીષા વકીલ – મંત્રી
-
બાલકૃષ્ણ શુક્લા – મુખ્ય દંડક
-
તુષાર ચૌધરી – કોંગ્રેસ પક્ષ નેતા
બજેટ સત્ર દરમિયાન વિધાનસભા (Assembly) નું કાર્ય સુચારુ રીતે ચાલે તે માટે આ સમિતિ મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિનો સૌરાષ્ટ્ર પ્રવાસે, સંરક્ષણ અને વિકાસ પર ચર્ચા કરશે