Surat/ કલામંદિર જ્વેલર્સ સામે આક્ષેપ અને ટ્વીટ કરનાર સામે કરાશે પોલીસ ફરિયાદ:મિલન શાહ

તો આ મામલે કલા મંદિર જવેલર્સના માલિક મિલન શાહે મૌન તોડ્યું છે. અને કલા મંદિર જવેલર્સ ઉપર  લગાવેલ તમામ આરોપ બેબુનિયાદ હોવાનું તેમને જણાવ્યું છે.

Top Stories Gujarat Surat

સુરતના કલામંદિર જવેલર્સ વિરુદ્ધ નોટ બંધી દરમિયાન સોનું વેચીને મની લોન્ડરીંગનું કૌભાંડના આક્ષેપ  થી રહ્યા છે. આ અંગે પૂર્વ આઈટી ઓફિસર પીવીએસ શર્મા એ ટવીટ કરીને આક્ષેપ કર્યા છે. તો સાથે pm મોદીને પણ તેમને ટવીટર ઉપર ટેગ કર્યા છે.

તો સામે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા એ પણ ભાજપ ઉપર નોટ બંધી સમયે સોનું ખરીદીના કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે.

તો આ મામલે કલા મંદિર જવેલર્સના માલિક મિલન શાહે મૌન તોડ્યું છે. અને કલા મંદિર જવેલર્સ ઉપર  લગાવેલ તમામ આરોપ બેબુનિયાદ હોવાનું તેમને જણાવ્યું છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે પૂર્વ આઇટી ઓફિસર સામે પણ ગુનો દાખલ કરીશું. પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ તેમની વિરુદ્ધ આરોપ મુક્યા છે. નોટબંધી દરમિયાન સોનાના વેચાણના નામે કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.