Navratri/ પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના પંડાલમાં એન્ટ્રી માટે હાઈકોર્ટે આપી મંજુરી

કોરોના સંકટ વચ્ચે, કલકત્તા હાઇકોર્ટે દુર્ગાપૂજા પંડાલને મુલાકાતીઓ અથવા દર્શન કરનારાઓ માટે નો-એન્ટ્રી ઝોન જાહેર કર્યા પછી તેના આદેશમાં થોડી છૂટછાટ આપી છે.

Top Stories India

કોરોના સંકટ વચ્ચે, કલકત્તા હાઇકોર્ટે દુર્ગાપૂજા પંડાલને મુલાકાતીઓ અથવા દર્શન કરનારાઓ માટે નો-એન્ટ્રી ઝોન જાહેર કર્યા પછી તેના આદેશમાં થોડી છૂટછાટ આપી છે.

બુધવારે હાઈકોર્ટે 400 પૂજા આયોજકોની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે કોરોનાને કારણે સંપૂર્ણ રાહત આપી શકાતી નથી. લોકોને હજી પણ પ્રતિબંધમાં રહેવું પડશે. હાઈકોર્ટે કહ્યું કે એક સમયે ફક્ત 45 લોકોને પંડાલની મુલાકાત લઈ શકશે. આ માટે લોકોની દૈનિક સૂચિ પણ તૈયાર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે પંડાલની બહાર લિસ્ટ લાગવાની રહેશે.

કોર્ટે કહ્યું કે દુર્ગાપૂજા પંડાલના ક્ષેત્રમાં 60 જેટલા લોકોને સૂચિબદ્ધ કરી શકાય છે, જે 300 ચોરસ મીટરથી વધુ છે, પરંતુ એક સમયે ફક્ત 45 લોકો જ જઇ શકશે. આ સિવાય નાના પંડાલમાં 15 લોકોને મંજૂરી આપવામાં આવશે. અંજલિ અને સિંદૂર ખેલા એમ બે મહત્વપૂર્ણ અનુષ્ઠાનોને અદાલતે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.