ગીર,
જેમ ગુજરાત નાં ગાઢ જંગલ ગીર નાં સિંહો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે તેવી જ રીતે મઘ્ય ગીર જંગલમાં રેહતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઇ જાણીતા બન્યા છે.ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે જ્યાં 100 ટકા મતદાન થાય છે એટલુજ નહિ એક બુથ માં એકજ મતદાતા કરે છે મતદાન.જે મતદાન બાદ કોને મત આપ્યો તે રાઝ પરથી આપ મેળે ઉચકી જઈ છે પરદો.થોડું અચરજ પમાડે તેવી વાત છે ને આવો તો આજે અમે આપને રૂબરૂ કરાવીએ દેશ ના એક અનોખા મતદાન મથક અને બુથ નાં એક માત્ર મતદાતા સાથે.
ગીર સોમનાથ જીલ્લા નાં ગીર ગઢડા તાલુકા થી 40 કિમી દુર અને જામવાળા ચેકપોસ્ટ થી 25 કિમી દુર મધ્યગીર માં આવેલું આ છે બાણેજ મહાદેવ મંદિર.આમ તો ગીર માં આવેલું આ મંદિર અર્જુને પાંચ હજાર વર્ષ પહેલા તીર મારી તરસ છીપાવવા ગંગાજી ને વહેતા કર્યા હોવાથી બાણગંગા તરીકે ઓળખાય છે.ચુંટણી પંચે 1 પ્રીસાઇડીંગ ઓફિસર સહીત કુલ 6 કર્મચારીની ટીમ આગલી રાતે જ બાણેજ ગીર ખાતે પહોંચી જાય છે 48 કલાક ખડે પગે રહે છે ખાસ કરી ને મઘ્ય ગીર જંગલ માં આ મતદાન મથક હોવાથી સંદેશા વ્યવહાર માટે વન વિભાગના વાયરલેસ સેટ થી ચુંટણીપંચ આ મતદાન મથક ના સંપર્કમાં રહે છે
લોકશાહી નાં સૈાથી મોટા દેશ ગણાતા ભારત દેશ માં એક મત માટે ચુટણી પંચ ગાઢ જંગલ માં એવા મઘ્ય ગીર માં એક મતદાર માટે આખે આખું મતદાન મથક ઉભું કરી લોકશાહી નું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.ત્યારે મહંત લોકો ને સંદેશો આપી રહ્યા છે કે મતદાન સર્વોચ દાન છે અને તે કરવું એ આપનો અધિકાર અને ફરજ છે જે થી દરેક લોકો એ અચૂક મતદાન કરવું જોઈએ.
એક મત હોવાના કારણે અહી 100 ટકા મતદાન થાય છે પરંતુ એક જ મત હોવાના કારણે મહંત નું મતદાન ગુપ્ત રેહતું નથી મત ગણતરી સમયે બાણેજ નું બુથ ખુલતા જ મહંતે વોટ કોને આપ્યો તે ગુપ્તતા આખરે ખુલ્લી પડી જાય છે. મત ગણતરી સમયે કઇ પાર્ટી અને કોણ ઉમેદવાર ચૂંટાઈ છે તે જાણવા લોકો અને નેતાઓ જેટલા આતુર હોઈ છે એટલા જ બાણેજ બુથ નાં એકમાત્ર મતદાતા નો મત કોને મળ્યો તે જાણવા સ્થાનિક નેતાઓ મીટ માંડી ને બેઠે છે.
