Gujrat News: વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહીને ભારતની આઝાદીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. તેમનું સ્વપ્ન હતું કે, તેમના અસ્થીઓને ભારતમાં લઈ જવામાં આવે. તેમના મૃત્યુ બાદ તેમના અસ્થિઓને જિનીવા ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વિત્ઝરલેન્ડથી તેમના અસ્થિને દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું હતું.

આ વેળાએ ગુજરાત વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ રીટાબહેન મહેતા, વિધાનસભાના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ સહિત આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: Panchmahal News/હાલોલ GIDC માં એગ્રો કંપનીની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત, પાંચ કામદારો દાઝી ગયા, તપાસ શરૂ
આ પણ વાંચો: Vadodara News/વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત
આ પણ વાંચો: Bharuch-Gas Leak/કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ
