Not Set/ અમદાવાદ : કાળીગામમાં વરસાદી અને ગટરનાં મિક્ષ પાણીથી સમગ્ર ગરનાળું પાણીમાં ગરકાવ

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં હજી પણ વધારે ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  જેના પગલે ગત મોડી રાતે જ વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. અમદાવાદનાં  કેટલાક વિસ્તારોમાં  ભરેથી અતિ ભારે વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી.  જ્યારે અમદાવાદના વેજલપુર શ્રીનંદનગર હાથીજણ ખોખરા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં […]

Top Stories Ahmedabad Gujarat

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં હજી પણ વધારે ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  જેના પગલે ગત મોડી રાતે જ વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. અમદાવાદનાં  કેટલાક વિસ્તારોમાં  ભરેથી અતિ ભારે વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી.  જ્યારે અમદાવાદના વેજલપુર શ્રીનંદનગર હાથીજણ ખોખરા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદનાં  કાળી ગામ ખાતે આવેલા ગરનાળામાં વરસાદી પાણી તેમજ ગટરનાં પાણીથી સમગ્ર ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ અંગે અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારે કોર્પોરેશન દ્વારા પગલા લેવામાં આવતા નથી.  સાથે જ વરસાદી પાણી અને ગટરના પાણી મિક્સ થવાથી મચ્છરોનો ઉપદ્રવ થતા આસપાસના સ્થાનિકોને બીમારીનો ભોગ બનવું પડે છે.  ત્યારે કાળીગામ ગરનાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની જે સમસ્યા છે તેનો નિકાલ કોર્પોરેશન ક્યારે કરશે તે સવાલ સ્થાનિકોને થઈ રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.