New Delhi News/ ‘ફરક સમજો સાહેબ’ — ટ્રમ્પની ટિપ્પણી બાદ રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ

ટ્રમ્પે (Trump) ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ મુદ્દે અનેક નિવેદનો આપ્યા છે

India
Trump

New Delhi News : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. બુધવારે (7 જાન્યુઆરી) રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરતા લખ્યું— “ફરક સમજો, સાહેબ.”

આ વીડિયો ગયા વર્ષે જૂનમાં યોજાયેલા કોંગ્રેસના ‘સંગઠન સૃજન અભિયાન’ દરમિયાન આપેલા તેમના ભાષણનો છે. તેમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ (Trump)ના માત્ર એક ફોન કોલ બાદ વડા પ્રધાન મોદીએ શરણાગતિ સ્વીકારી હતી અને ટ્રમ્પે (Trump)કહ્યું હતું— “નરેન્દ્ર, શરણાગતિ સ્વીકારો.”

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના નેતાઓ ક્યારેય મહાસત્તાઓ સામે ઝૂકતા નથી, જ્યારે ભાજપ અને RSS દબાણ સામે સહેલાઈથી ઝૂકી જાય છે.

Trump ની ટિપ્પણીઓથી સરકાર પર અસહજતા

તાજેતરના દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે (Trump) ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ મુદ્દે અનેક નિવેદનો આપ્યા છે, જે સરકાર માટે અસહજ ગણાઈ રહ્યા છે. જોકે, આ નિવેદનો પર કેન્દ્ર સરકાર તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ મુદ્દે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ કટાક્ષ કરતા X પર ટ્રમ્પનો વીડિયો શેર કરી લખ્યું—
“નમસ્તે ટ્રમ્પથી હાઉડી મોદી, ‘ડોનાલ્ડ ભાઈ’ અને હવે આ (સાહેબ). આગળ શું?”

‘મોદી ખુશ નથી’ — Trumpનો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પે (Trump)મંગળવારે ‘હાઉસ GOP મેમ્બર રીટ્રીટ’ને સંબોધતા કહ્યું હતું કે રશિયાથી તેલ ખરીદવાના કારણે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફથી વડા પ્રધાન મોદી તેમનાથી “ખૂબ ખુશ નથી”.
ટ્રમ્પે એવો દાવો પણ કર્યો કે, “વડા પ્રધાન મોદી મને મળવા આવ્યા અને કહ્યું— ‘સાહેબ, શું હું તમને મળી શકું?’”

આ નિવેદનો બાદ દેશની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારત પર લાદવામાં આવેલા ટેરિફથી અમેરિકા કેટલી કમાણી કરી રહ્યું છે? ટ્રમ્પે પોતે આ વાતનો ખુલાસો કર્યો.

આ પણ વાંચો: ટ્રમ્પ બાદ હવે ભારત-પાકિસ્તાન તણાવ ઘટાડવામાં ચીનનો દાવો, ભારતે સ્પષ્ટ કહ્યું કોઈ ત્રીજો દેશ નહીં

આ પણ વાંચો: દુનિયામાં યુદ્ધ રોકવાનો દાવો કરનાર ટ્રમ્પે નાઇજીરીયા પર કેમ કર્યો હુમલો,શું ખ્રિસ્તી-મુસ્લિમ કનેક્શન