Gujarat/ મજૂરો પાસેથી પોલીસ મોટી રકમનો દંડ વસુલતા પાર્ટી અને કાર્યકરોમાં નારાજગી

ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે સીએમને લખ્યો પત્ર

Top Stories Gujarat

Gujarat News : દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના વરાછા રોડ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ બે દિવસ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જીએમઇઆરએસ કોલેજો દ્વારા જે એમબીબીએસના અભ્યાસ માટે ફી વધારો કર્યો છે, તે ફી વધારો પરત ખેંચવા મામલે પત્ર લખ્યો હતો. તેવામાં દક્ષિણ ગુજરાતના વધુ એક ભાજપના MLAએ તેમના વિસ્તારની સમસ્યાઓને લઈ CMને 14 પ્રશ્નોના 4 પાનાનો પત્ર લખ્યો છે. નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે, મજૂરોને પકડી પોલીસ હજારોનો દંડ કરે છે, જેને લઈ પાર્ટી અને કાર્યકરોમાં નારજગી વધી છે. આ સાથે તેમના મતવિસ્તારના 14 જેટલા પ્રશ્નોનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
4 પાનામાં લખેલા 14 પ્રશ્નો:
નર્મદા નદીમાં બોટિંગ કરતા પરિવારો રોજગારીથી વંચિત
02. મજૂરોને પકડી પોલીસ હજારોનો દંડ કરે છે.
03.નર્મદા મુખ્ય કેનાલની જમણી બાજુએ આવેલા 28 ગામોને સિંચાઈનો લાભ મળે.
04.કરજણ ડેમની 16 કિમી વિસ્તારના 11 ગામો 20 વર્ષથિ સિંચાઈથી વંચિત
05.10 વર્ષથી કરજણ રિચાર્જ પ્રજેક્ટમાં આવતા ખેડૂતોને મળ્યું નથી.
06.સ્ટેચ્યૂ ઓફ યુનીટીમાં મુખ્ય પ્રશ્નોનો ઉકેલ લાવવો.
07.કેવડીયામાં તોડી નાખેલી સરકારી સ્કૂલની જમીન પર કોલેજ બનાવવી.
08.સ્ટેચ્યૂ ઓફ યુનીટીમાં સ્થાનિકોને રોજગારી મળે.
09.એકતાનગર ખાતે પિંક ઓટો રિક્ષા બંધ થતાં 30 રિક્ષાચાલક મહિલાઓ બેરોજગાર.
10.SOUમાં સ્થાનિકોની આવગણના કરી બહારના રાજ્યોમાંથી લોકોને નોકરી અપાય છે.
11.SOU ઓથીરિટી દ્વારા ચોક્કસ નીતિનું ઘડતર થાય.
12.જંગલ સફારીમાં ડ્રાઇવરોનો કંપની સાથે વિવાદ ચાલે છે.
13.SOU વિસ્તારમાં 2019ની જોગવાઈ મુજબ નિમણૂક કરવામાં આવે.
14.SOU સતામંડળમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને જોડવામાં આવે.
નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના વિવિધ પ્રશ્નોને લઈ ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે મુખ્યમંત્રીને પત્ર થકી રજુઆત કરી છે. જેમાં વિવિધ 14 જેટલાં પ્રશ્નો પત્રમાં લખવામાં આવ્યાં છે. ધારાસભ્યએ સ્થાનિક મજૂરોના પ્રશ્નોને લઈ પોલીસ વિભાગની ટીકા પણ કરી છે. સાથે જ નાંદોદમાં બોટિંગ કરતા અનેક પરિવારોને બોટિંગનું લાયસન્સ ન મળવાથી તેઓ છેલ્લા છ મહિનાઓથી રોજગારીથી વંચિત હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેઓએ કેવડિયા કોલોની ખાતે જે સરકારી સ્કૂલ તોડવામાં આવી છે. તે જગ્યાએ વહેલી તકે સ્કૂલ અથવા કોલેજનું નિર્માણ કરવામાં આવે તેવી માગ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંલગ્ન એજન્સી દ્વારા સ્થાનિકોને રોજગારી ન મળતા પાર્ટી પ્રત્યે રોષ ફેલાઈ રહ્યો છે. તેમજ નર્મદા નદીના કાંઠા વિસ્તારના બોટિંગનો વ્યવસાય કરતાં 300 જેટલા પરિવારોને બોટિંગનું લાઇસન્સ ન મળતા છેલ્લા 6 માસથી રોજગાર વિનાના થઈ ગયા છે.

તેમજ SOU વિસ્તારમાં નાના ગામોમાંથી મજૂરી અર્થે આવતા બાઇક સવારો પાસેથી પોલીસ 2થી 3 હજાર જેટલો દંડ વસૂલી હેરાન કરે છે. અ બાબતને લઈ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી કરજણ રિચાર્જ હાઈકેનાલ પ્રજેક્ટમાં આવતા 11 ગામના ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી. કેવડીયા ખાતે 955 એકરમાંથી 755 એકર જમીન સંપાદન થયું છે. જેમાં પડતર જમીનનો પ્રશ્ન ઊભો જ છે. ગરુડેશ્વર વિયર ડેમ બનવાથી 200 એકર જમીન ડૂબાણમાં જવાથી ખેડૂતોને આજદિન સુધી વળતર મળ્યું નથી. ખેડૂતોને એકરદીઠ 1 લાખ રૂપિયાની જગ્યાએ 10 લાખ રૂપિયા વળતર આપવાની ખેડૂતો માગ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત