મોટો નિર્ણય/ કોંગ્રેસના આક્ષેપ બાદ અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ

અંબાજીમાં દાન સ્વરૂપે પૈસા લઇ પાવતી આપીને કરાવવામાં આવતા દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Top Stories Gujarat Others
  • યાત્રાધામ અંબાજીના ગર્ભગૃહમાં VIP દર્શન બંધ
  • VIP દર્શન ન થતા હોવાનો વહીવટદરનો દાવો
  • VIP પ્લાઝાથી દાનરૂપે પાવતી લઈ થતા દર્શન બંધ
  • કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે લગાવ્યા હતા આક્ષેપ

Ambaji Temple: અંબાજી મંદિરમાં VIP દર્શન હવેથી બંધ કરાયા છે. અગાઉ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલે, 5 હજાર રૂપિયા લઈને VIP દર્શન કરાવાતા હોવાનો આક્ષેપ કર્યા હતા. હાલમાં અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં કોઈ પાવતી આપીને કર્યા હતા દર્શન થતા નથી તેવું અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું છે.

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ ધામમાં માતાજીના લાખો ભક્તો માના ચરણોમાં શીશ નમાવવા અંબાજી આવે છે. જોકે તાજેતરમાં જ VIP દર્શનને લઈ અગાઉ કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રૂ.5 હજાર લઈ VIP દર્શનના આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. અંબાજી મંદિરમાં પણ હવે કથિત રીતે VIP દર્શનના 5000 રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો હતો.. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતુ કે તમામ સનાતનીએ VIP દર્શનનો વિરોધ કરવો જોઈએ. જોકે આ આક્ષેપનો વિડીયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા છે.

અંબાજી મંદિરમાં VIP દર્શનના આરોપ બાદ આ પ્રતિક્રિયા આવી છે. અંબાજી મંદિરના પ્રશાસક સિદ્ધિ વર્માએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. સિદ્ધિ વર્માએ કહ્યું કે અંબાજી મંદિરમાં પૈસા લઈને દર્શન કરવા દેવામાં આવતા નથી. મંદિરમાં VIP દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી. અમુક સંજોગોમાં કે વૃદ્ધને પોતે પણ નિકટના દર્શન કરાવે છે. પ્રશાસકે 5000 રૂપિયામાં કોંગ્રેસના નેતાના દર્શનના આક્ષેપ ફગાવી દીધા હતા.

આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી