ગોઝારો અકસ્માત/ અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આણંદ-અમદાવાદ હાઈવે પર બેડવા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારમાં બેનાં મોત નિપજ્યાં છે. અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Ahmedabad Gujarat
WhatsApp Image 2023 09 07 at 1.42.07 PM અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

ગુજરાતમાં જ્યાં એક તરફ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ એક પછી એક અકસ્માતની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. આણંદ-અમદાવાદ હાઇવે પર  હિટ એન્ડ રનમાં બે લોકોના મોત નિપજ્યાં છે. જણાવીએ કે, અમદાવાદથી સુરત જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સાસુ અને વહુનું  કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બાળક સહિત બે લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે.

આપને જણાવી દઈએ કે, આણંદ-અમદાવાદ હાઈવે પર બેડવા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારમાં બેનાં મોત નિપજ્યાં છે. અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદથી સુરત જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સાસુ અને વહુનું મોત થયું છે, તો 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે.  અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે.

ઇજાગ્રસ્તોને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:યુવાનોમાં ટ્રેન્ડ બદલાતા કૃષ્ણને મનપસંદ પ્રસાદ પંજરી પર પડી અરસ, ધર્મને પણ બનાવ્યું મોજ શોખનું સાધન

આ પણ વાંચો:મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાનું યુવતીને પડ્યું ભારે, વારંવાર બની હવસનો શિકાર

આ પણ વાંચો:કપાળ પરનું તિલક બદલ્યું,સ્વામિનારાયણના ગણાવ્યા ભક્ત, પછી રાતોરાત હટાવ્યા.. હનુમાનના ભીંતચિત્ર લઈને શું છે આખો વિવાદ?

આ પણ વાંચો:સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ