કોરોના રસીકરણ/ ભાવનગર જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મનપાનાં ફિલ્ડ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ ને રસીકરણ શરૂ કર્યું

Gujarat Others
WhatsApp Image 2021 03 27 at 5.36.06 PM ભાવનગર જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

ભાવનગર જિલ્લામાં આજરોજ ૪૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૭૧૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૩ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૩૨ લોકો ના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધી શહેરમાં કુલ ૬૦ વર્ષ થી ઉપરના ૨૧૮૪૧ લોકો અને ૪૫-૬૦ વર્ષ ના કોમોરબીડીટી ધરાવતા ૭૪૦૨ નું રસીકરણ કરાયું છે. કુલ ૨૯૨૪૩ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. રસીકરણનાં જાગૃતિ માટે શહેરનાં દરેક વોર્ડમાં રિક્ષા દ્વારા માઈકીન તેમજ ધન્વન્તરી રથ દ્વારા પણ માઈકીન કરવામાં આવે છે સાથે મનપાનાં ફિલ્ડ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ ને રસીકરણ માટે બોલાવવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં આજરોજ ૪૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૭૧૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૩ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૩૨ લોકો ના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, ઉમરાળા તાલુકાનાં લીંબડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ઘાંઘળી ગામ ખાતે ૧ તેમજ સિહોર તાલુકાના બુઢણા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૬ અને તાલુકાઓમાં ૩ કેસ મળી કુલ ૧૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકા ના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૬,૭૧૩ કેસ પૈકી હાલ ૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને અઢળક આવક, પ્રતિદિન 6 થી 8 કરોડ ટેક્સ પેટે આવક

WhatsApp Image 2021 03 27 at 5.36.05 PM ભાવનગર જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તા.૧ એપ્રિલ સુધીમાં ૪૫ થી ૬૦ વર્ષ નાં ગંભીર રોગો ધરાવતા અને ૬૦ થી વધુ વર્ષ નાં અંદાજે ૧ લાખ ૪૧ હજાર જેટલા લોકોની રસીકરણ નો ટાર્ગેટ પૂરો કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ પ્રયત્નોનાં ભાગ રૂપે શહેરમાં અંદાજે ૨૯ હજાર જેટલા વ્યક્તિઓ નું રસીકરણ કરવામાં આવ્યું છે. તા. ૨૬ માર્ચ નાં રોજ કુલ ૨૭ સરકારી અને ૫ ખાનગી રસીકરણ કેન્દ્ર ખાતે ૬૦ વર્ષ થી ઉપરના ૧૦૮૦ નાગરિકો અને ૪૫-૫૯ વર્ષ ના કોમોરબીડીટી ધરાવતા ૧૯૮૧ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધી શહેરમાં કુલ ૬૦ વર્ષ થી ઉપરના ૨૧૮૪૧ લોકો અને ૪૫-૬૦ વર્ષ ના કોમોરબીડીટી ધરાવતા ૭૪૦૨ નું રસીકરણ કરાયું છે. કુલ ૨૯૨૪૩ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. રસીકરણનાં જાગૃતિ માટે શહેરનાં દરેક વોર્ડમાં રિક્ષા દ્વારા માઈકીન તેમજ ધન્વન્તરી રથ દ્વારા પણ માઈકીન કરવામાં આવે છે સાથે મનપાનાં ફિલ્ડ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ ને રસીકરણ માટે બોલાવવામાં આવે છે.

આ પણ વાંચો: કાશ્મીરમાં આંતક ફેલાવવા માટે વહીદ પારાએ હુર્રિયતને આપ્યા હતા 5 કરોડ, એનઆઇએની ચાર્જશીટમાં ખુલાસો

WhatsApp Image 2021 03 27 at 5.36.04 PM ભાવનગર જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં ૧૩ વોર્ડમાં ૧૩ કાયમી કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં ખાતે રોજ કોરોના રસીકરણ થાય છે. જેમાં કોરોના રસીકરણ માટે સમય સવારે ૯ થી બપોરના ૧ અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યાનો હોય છે. જે આરોગ્ય કેન્દ્ર કાયમી છે તેમાં (૧) મ્યુ.શોપિંગ સેન્ટર, પહલા માળે, સુભાષનગર, (૨)આખલોલ જકાતનાકા, ચિત્રા-ફુલસર, (૩) ભરતનગર, મારૂતિ આરોગ્યધામ, ૧૨ નંબર બસ સ્ટેન્ડ પાછળ, (૩) કુંભારવાડા, નારીરોડ, એસબીઆઇની સામે., (૪) વડવા વોશિંગઘાટ, વિકાસ વર્તુળ ટ્રસ્ટની નીચે, ગંગાજળીયા તળાવ (૫) કરચલીયા પરા, વાલ્કેટ ગેઇટ પોલીસ સ્ટેશન પાસે (૬) બોરતળાવ સરિતા સોસાયટી (૭) જ્વેલ્સ સર્કલ, મલ્હાર ઢોસાવાળો ખાંચો, સરદાર સોસાયટી, આશાપુરા પાનની સામે. (૮) આનંદનગર, ઇએસઆઇ હોસ્પિટલ પાસે, પોસ્ટ ઓફિસ સામે, રામાપીરના મંદિર પાછળ. (૯) શિવાજી સર્કલ, અર્બન હેલ્થ સેન્ટર, તરસમીયા, ખોડલ કૃપા, ડાયમંડ મિલ સામે. (૧૦) કાળીયાબીડ, પ્લોટ નં.૪૩, શાંતિનગર-૨, ભગવતી સર્કલ, સિદ્ધિ વિનાયકની શેરી. (૧૧) હલુરિયા ચોક, સોની જ્ઞાતિની વાડી, (૧૨) ભીલવાડા (૧૩) કુંભારવાડા નારી રોડ (ન્યુ) ખોડલ ચોક અને શહેરની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણ થાય છે.