Vadnagar News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ વડનગરની ગલીઓમાં સંઘર્ષમાં વિત્યું છે. તેમના આ સંઘર્ષ અને સફળતા વિશે અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે અર્થે વડનગરમાં એક ખાસ આયોજન કરાયું છે. વડનગરમાં મોદી જે શાળામાં ભણ્યા હતા, તે શાળાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓના રોલ મોડેલ છે. તેઓએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો. તેનું નવીનીકરણ કરી શાળાના વિદ્યાર્થીઓને સ્ટડી ટુર કરાવાશે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને આ સ્ટડી ટૂર કરાવામાં આવશે. એ માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જેના માટે ‘પ્રેરણા’ નામના ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સમગ્ર વર્ષમાં 10 છોકરીઓ અને 10 છોકરાઓ એમ 20 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ આ ટુરમાં ભાગ લઈ શકશે. જેના માટે ત્રિ-સ્તરીય પરીક્ષા લેવામાં આવશે. જેમાં ‘હું શા માટે પ્રેરણામાં પસંદગી પામી શકું’ અથવા ‘માય વિઝન ઓફ ઈન્ડિયા એટ 2047’ પર નિબંધ, ટૂંકી વાર્તા, કવિતા, વીડિયો બનાવવો પડશે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સ્ટડી ટુર માટે દર સપ્તાહે લઈ જવામાં આવશે.
આ શાળામાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો હતો
આ ટુરનો કાર્યક્રમ ગુજરાતના વડનગરમાં 1888માં સ્થાપિત વર્નાક્યુલર સ્કૂલમાં યોજવામાં આવશે. 1888માં શરૂ થયેલી આ સ્કૂલનું નામ વડનગર કુમારશાળા નંબર-1 હતું. 2018માં આ શાળાને બંધ કરીને તેનું નવીનીકરણ કરાયું હતું. વડનગર માટે એક મેગા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI)એ આ સ્કૂલની મરામત કરી છે. આ દરમિયાન આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને નજીકની કન્યાશાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હવે નવી બનેલી સ્કૂલમાં આઠમાં ધોરણ સુધીના વર્ગો, એક કેફે, ઓરિએન્ટેશન સેન્ટર વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જ્યાં બાળકો આધુનિક ટેકનોલોજી દ્વારા અભ્યાસ કરી શકશે.
આ પણ વાંચો:ભાવનગર/પ્રેમિકાએ પ્રેમીની તીક્ષણ હથિયાર વડે કરી હત્યા, કારણ જાણીને તમે રહી જશો દંગ
આ પણ વાંચો:PM Modi/વાઈબ્રન્ટ ગુજરાત સમિટ Live : UAEના રાષ્ટ્રપતિ સાથે PM મોદીનો ભવ્ય રોડ શો
આ પણ વાંચો:Indian Railway Bharti/રેલ્વે ભરતી કેન્દ્ર, પશ્ચિમ રેલ્વે દ્વારા આયોજિત જીડીસી પરીક્ષાના પેપર લીક થવાને લગતા કેસમાં સીબીઆઈએ લગભગ 12 સ્થાનો પર સર્ચ કર્યું
