PM Modi/ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ Live : UAEના રાષ્ટ્રપતિ સાથે PM મોદીનો ભવ્ય રોડ શો

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ: ગુજરાતમાં ગાંધીનગર ખાતે 10 અને 12 જાન્યુઆરી એમ બે દિવસીય વાઈબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટનું ઉદઘાટન પીએમમોદીના હસ્તે થશે. પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે મેગા રોડ શો.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 09T181111.770 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ Live : UAEના રાષ્ટ્રપતિ સાથે PM મોદીનો ભવ્ય રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપવા ગતરાત્રે અમદાવાદમાં આવી પંહોચ્યા છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત તથા સીઆર.પાટીલ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. આજે પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે મેગા રોડ શો કરશે. બંને નેતાઓ સાથે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી મેગા રોડ શો કરશે. ગાંધીનગર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સમિટને લઈને અમદાવાદમાં વીઆઈપી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે.

Live : ગાંધીનગર, પીએમ મોદીએ કરી ડીપી વર્લ્ડના CEO સુલતાન અહેમદ બિન સુલેમ સાથે મુલાકાત

મોહમ્મદ બિન ઝાયેદનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી બંને નેતાઓનો રોડ શો ચાલી રહ્યો છે. લોકોના ટોળા હાથમાં ધ્વજ સાથે રસ્તાના કિનારે બંને નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે. બંને નેતાઓના સ્વાગત માટે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. બિન ઝાયેદ અને પીએમ મોદીનો આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી શરૂ થઈને ગાંધી નગરમાં સમાપ્ત થશે.

વિકાસની ‘વણથંભી વણઝાર’ 

  • UAEના રાષ્ટ્રપતિ સાથે PM મોદીનો ભવ્ય રોડ શો
  • વિશ્વના બે કદાવર નેતાઓનો ભવ્યાતિ ભવ્ય રોડ શો
  • સમગ્ર ભારત અને UAEની નજર આજે અમદાવાદ પર
  • વૈશ્વિક સ્તર પર ભારતની તાકાતના આજે થશે દર્શન
  • UAEના રાષ્ટ્રપતિ અને PM મોદી એક જ કારમાં સવાર
  • અમદાવાદથી ગાંધીનગર સુધીનો ભવ્ય રોડ શો
  • રોડ શોના રૂટ પર હૈયે હૈયું દળાય તેવી મેદની ઉમટી

UAEના રાષ્ટ્રપતિ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ

Live : ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોન ટેકનોલોજીના સીઈઓ સંજય મેહરોત્રા સાથે કરી મુલાકાત

પીએમ મોદીનો આજનો કાર્યક્રમ

સવારે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પંહોચશે.

10.00 વાગ્યે ટીમોર લેસ્ટેના સાથે બેઠક કરશે

11.00 વાગ્યે 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે બેઠક

બપોરે 12.15થી 12.25 સુધી અધિકારીઓ સાથે બેઠક

12.30 થી 1.00 વાગ્યે મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક

1.15 વાગ્યે મહાત્મા મંદિરે પરત ફરશે

1.25 વાગ્યે રાજભવન પંહોચશે

2.45 વાગ્યે રાજભવનથી રવાના

2.55 વાગ્યે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર પંહોચશે

3.00 થી 4.00 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે

4.10 વાગ્યે મહાત્મા મંદિરે પરત ફરશે

પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી કરશે મેગા રોડ શો

Capture 1 7 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ Live : UAEના રાષ્ટ્રપતિ સાથે PM મોદીનો ભવ્ય રોડ શો

4.50 વાગ્યે મહાત્મા મંદિરથી એરપોર્ટ જવા રવાના

5.30 થી 5.40 વાગ્યે UAEના રાષ્ટ્રપ્રતિનું કરશે સ્વાગત

5.45 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે કરશે મેગા રોડ શો

6.10 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે હોટલ લીલા પંહોચશે

6.15 થી 8.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે બેઠક અને ભોજન

8.30 વાગ્યે પીએમ મોદી રાજભવન જવા રવાના

8.45 રાજભવન ખાતે રાત્રિ રોકાણ

ગુજરાતમાં ગાંધીનગર ખાતે 10 અને 12 જાન્યુઆરી એમ બે દિવસીય વાઈબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટનું ઉદઘાટન પીએમમોદીના હસ્તે થશે. જ્યારે આ સમિટમાં UAEના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્રમોદી ગઈકાલે મોડીરાત્રે અમદાવાદ પંહોચી ગયા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે વાઈબ્રન્ટ સમિટ અને ગુજરાત મારા માટે વધુ ખાસ છે. આ પોસ્ટમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદની મુલાકાતને મહત્વની ગણાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા