Bharuch news/ ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે ચાર લાખની લાંચ લેનારો વકીલ ઝડપાયો

ફરિયાદી સામે ભરૂચ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી

Top Stories Gujarat

Bharuch News : ભરૂચમાં એક વ્યક્તિને તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે તેની પાસેથી ચાર લાખ રૂપિયાની લાંચ લેતા એક ખાનગી વકીલને એન્ટી કરપ્શન બ્યુરો (એસબી)એ રંગેહાથ ઝડપી લીધો હતો. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી વિરૂધ્દ ભરૂચ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં 2022ની સાલમાં ગુનો દાકલ થયો હતો. તેની સામે ચાર્જશીટ પણ થઈ ગઈ હતી. ચાર્જશીટ થઈ ગયા બાદ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.હાલમાં આ કેસની ફાઈનલ દલીલો પર બાકી છે.

દરમિયાન આ કેસના આરોપી અને ભરૂચ સેસન્સ કોર્ટના વકીલ (ખાનગી) એ આ ફરિયાદીને તેની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેમાં આજે તે પૈકીના ચાર લાખ રૂપિયા આપવાનો વાયદો નક્કી થયો હતો.બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ 23 ઓગસ્ટના રોજ ભરૂચમાં ભોલાવ રોડ. જૂની મામલતદાર કચેરીની સામે જાળ બિછાવી હતી. જેમાં એડવોકેટ સલીમ ઈબ્રાહીમભાઈ મન્સુરી ચાર લાખ રૂપિયા રોકડા લેતા અધિકારીઓને હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના ડ્રગ્સ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર ‘વિપક્ષ ગૃહસભામાં પ્રશ્નો ઉપસ્થિત કરી શકયો નથી’”

આ પણ વાંચોઃગુજરાતમાં પાણી કરતાં વધુ દારૂ મળે છે… કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા પર અમિત ચાવડાના મોટા આક્ષેપ

આ પણ વાંચોઃ‘ED કે CBI ઘરે નથી આવી’ સદભાવના દિવસ પર ઉદ્ધવઠાકરેનો કોંગ્રેસવાદ, રાજીવ ગાંધીની કરી પ્રશંસા