Rajkot News/ ઇઝરાયેલ-ઈરાન જંગમાં સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચિંતામાં, 15 હજાર યુવાનો અટવાયા

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર: Rajkotના પરિવારથી 20 કિમી દૂર મિસાઈલ પડી. પોરબંદરના 10-15 હજાર યુવાનો પણ દુબઈમાં ફસાયા છે. જાણો શું છે ત્યાંની ગ્રાઉન્ડ રિપોર્ટ.

Gujarat Top Stories Rajkot
Rajkot Family Stuck Dubai

Rajkot Family Stuck Dubai: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ મહાયુદ્ધની અસર હવે સીધી રીતે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર જોવા મળી રહી છે. ખાસ કરીને દુબઈ અને અબુધાબીમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. રાજકોટના એક પરિવારના ત્રણ સભ્યો દુબઈમાં મિસાઈલ હુમલા વચ્ચે ફસાયા હોવાના સમાચારથી ફફડાટ ફેલાયો છે. બીજી તરફ, પોરબંદરના પણ હજારો યુવાનો ખાડી દેશોમાં અટવાયા છે.

Rajkotના પરિવારની રૂંવાડા ઉભા કરી દે તેવી આપવીતી

રાજકોટના એક પરિવારના ચાર સભ્યોમાંથી ત્રણ સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી દુબઈની રેસ્ટોરન્ટમાં નોકરી કરી રહ્યા છે, જેઓ હાલ ત્યાંના યુદ્ધ જેવી સ્થિતિમાં ફસાયા છે. દુબઈમાં ફસાયેલી યુવતીએ તેની માતાને વીડિયો કોલ દ્વારા હચમચાવી નાખે તેવી વિગતો આપતા જણાવ્યું કે, તેઓ જ્યાં રહે છે ત્યાંથી માત્ર ૨૦ કિમી દૂર જ મિસાઈલ પડી હતી. યુદ્ધની આ ગંભીરતાને જોતા ગઈકાલે વિશ્વપ્રસિદ્ધ બુર્જ ખલીફાની લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી અને ત્યાં અંધારપટ છવાયો હતો. હાલમાં દુબઈમાં રહેતા તમામ લોકોને સુરક્ષાના ભાગરૂપે ઘરમાં જ રહેવાની કડક સૂચના આપવામાં આવી છે અને મિસાઈલના પ્રચંડ ધડાકાઓના અવાજથી ત્યાં વસતા ગુજરાતીઓ ભારે ફફડાટ અનુભવી રહ્યા છે.

Rajkot Family Stuck Dubai

પોરબંદરના 10 થી 15 હજાર યુવાનો ફસાયા

માત્ર રાજકોટ જ નહીં, પરંતુ પોરબંદર પંથકના અંદાજે 10 થી 15 હજાર જેટલા યુવકો અને યુવતીઓ હાલ મધ્ય પૂર્વના દેશોમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે. પોરબંદરના અનેક પરિવારોના સંતાનો ત્યાં રોજીરોટી માટે ગયા છે, જેમના સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતીઓ એકબીજાની વ્હારે

દુબઈમાં રહેતા વિદેશીઓ અને ખાસ કરીને ભારતીયો અત્યારે ખૂબ જ ચિંતિત છે. જોકે, આ મુશ્કેલ સમયમાં ત્યાં રહેતા ગુજરાતીઓ એકબીજાની મદદ કરી રહ્યા છે અને હિંમત આપી રહ્યા છે. રાજકોટના પરિવારે ભારત સરકાર પર ભરોસો વ્યક્ત કર્યો છે કે વહેલી તકે તેમના સંતાનોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવશે.


આ પણ વાંચો: ઈરાન પર હુમલો થતાં જ પાકિસ્તાનો બદલો સ્વર: ‘આ બિનજરૂરી…

આ પણ વાંચો: ઇઝરાયલે ઇરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં વિસ્ફોટો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા

આ પણ વાંચો: ઈરાને એકસાથે 7 દેશો પર કર્યા મિસાઈલ હુમલા, UAE અને કુવૈતે તાત્કાલિક એરસ્પેસ કર્યું બંધ