કમોસમી વરસાદ/ નાઘેર પંથકમાં માવઠાનો માર ખેડૂતો બેહાલ, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો

ઊના ગીરગઢડા અને ગીર પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન ફુકાવા લાગ્યો હતો. અને ભારે પવન સાથે કરા કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે ચાર થી પાંચ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના કેસર કેરી તથા ઉનાળુ પાકને ભારે નુક્સાન થયુ હતું.

Top Stories Gujarat Others
Unseasonal Rain
  • ગ્રામ્ય વિસ્તારમાં એક થી ચાર ઇંચ કમોસમી વરસાદ
  • ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
  • ભારે પવન અને કડાકા ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ
  • ખેડૂતો, માછીમારો સહિતને લાખોનું નુક્સાન સહાય આપવા માંગ

ઊના ગીરગઢડા અને ગીર પંથકમાં બપોર Unseasonal Rain બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન ફુકાવા લાગ્યો હતો. અને ભારે પવન સાથે કરા કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે ચાર થી પાંચ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના કેસર કેરી તથા ઉનાળુ પાકને ભારે નુક્સાન થયુ હતું.

ઉના શહેર, સામતેર, સનખડા, ગાંગડા, કાણકબડા, મોઠા, ગરાળ, ભાચા, ખત્રીવાડા, રામેશ્વર, ભડીયાદર, ભાચા, વાજડી, મેણ, ગુંદાળા, ચાંચકવડ, કંસારી, વાવરડા, ઉમેજ, નાઠેજ, યાજપુર, કાંધી, અંબાડા,પડા, સીમર, સૈયદ રાજપરા, તેમજ ધોકડવા, બેડીયા, ચિખલકુબા, નિતલી, શાણાવાકીયા તેમજ ગીર જંગલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સાથે કરા પડયા હતા. કમોસમી વરસાદના Unseasonal Rain પગલે ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળેલ હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી, નાળા, પુલ્યા ઉપરથી પાણી વહેતા જોવા મળ્યા હતા. અને ઠેર ઠેરના ખાબોચ્યા ભરાય ગયા હતા. વરસાદને પગલે સમગ્ર પંથક ઠંડુગાર બની ગયેલ હતું.

ઉનાના તપાવન વાડી વિસ્તારમાં તેમજ ગરાળ, મોઠા, નીતલી Unseasonal Rain સહીતની અમુક ગામોમાં વરસાદ સાથે કરા પણ પડયા હતા. આ કમોસમી વરસાદને પગલે બાગાયતી ખેતી કેસર કેરીના પાકને તેમજ ઉનાળુ પાક તલ, મગ, ઘઉં, ચણા, બાજરી, પશુનો ચારો સહીતના પાકોને વ્યાપક નુકસાન થયેલ હતું. અચાનક આકાશ માંથી વરસાદી આફત વરસતા જગતના તાતને તોકતે વાવાઝોડા બાદ કેશર કેરીના બગીચા માલિકોને સારા પાકની આશા માથે પાણી ફળી વળ્યુ હતું. બાગાયતી પાકો તેમજ ઉનાળુ ખેતી પાકો તેમજ સનખડામાં ખુલ્લામાં મરચાંનું પીઠું ચલાવતા વેપારીઓને અને દરિયાઈ કાંઠા વિસ્તારના માછીમારોને પણ વરસાદના કારણે લાખોનું ભારે નુકશાન થયેલ હોય સરકાર દ્વારા સહાય ચુકવવા માંગ કરી હતી.

પાકને ભારે નુકસાન વળતર ચૂકવવા માંગ

પાતાપર ગામના મહિલા સરપંચ અરૂણાબેન છોડવડીયાએ જણાવેલ કે Unseasonal Rain ઊના ગીરગઢડા તાલુકામાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડતા આંબા, ડુંગળી, તલ, બાજરીને ભારે નુકસાન થયેલ છે. સરકાર તાત્કાલિક અસરથી નુકસાન થયેલ પાકનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.

કેરીના પાકને વ્યાપક નુકસાન
નાઘેર પંથક કેરીનો વિસ્તાર હોય અને બે વર્ષ પહેલા તાઉતે વાવાઝોડા કેરીના Unseasonal Rain પાકને વ્યાપક નુકસાન થયુ હતું. અને બચેલા આંબાઓમાં કેરી આવવાની શરૂઆત થયેલ ત્યાંજ કમોસમી વરસાદે ધરતીપુત્રોને ચિંતીત કરી મુક્યા છે.

સનખડામાં મરચા પાણીમાં તરતા જોવા મળ્યા

ઊના તાલુકાનું સનખડા ગામ મરચાનું હબ ગણવામાં આવે છે અને Unseasonal Rain અંદાજે 50 જેટલા મરચાના દંગા લગાવામાં આવતા હોય છે. અને લોકો દૂર દૂરથી મરચાની ખરીદી કરવા સનખડા આવતા હોય છે. ત્યારે આજના કમોસમી વરસાદે મરવાની તીખાશ છીનવી લીધી હોય તેમ ટનના મોઢે મરચા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. અને વેપારીને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વખત આવ્યો હતો.

સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે ૧ થી ૪ ઇંચ વરસાદ

નાઘેર પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા એક થી ચાર ઇંચ ધોધમાર કરા સાથે વરસાદ વરસેલ જેમાં પાતાપુરમા, સામતેર ૪, મોઠામાં ૨, સનખડા, ગાંગડા, દોઢ ઇંચ તેમજ સીમરમાં ૩ ઇંચ, સહીત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો.

આ પણ વાંચોઃ હિંડનબર્ગ ઇફેક્ટ/ અદાણીએ 35000 કરોડનો પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ સ્થગિત કર્યો

આ પણ વાંચોઃ નિવેદન/ મમતા બેનર્જીએ આપ્યું મોટું નિવેદન, ‘વિપક્ષનો ચહેરો રાહુલ ગાંધી બનશે તો PM મોદી માટે TRP જેવા’

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનો જવાબ/ યૌન ઉત્પીડન કેસ: રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસને આપ્યો જવાબ, કહ્યું- 8-10 દિવસમાં વિગતો આપીશ