Not Set/ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમે લગાવ્યો ગોલ્ડન પંચ, છઠ્ઠીવાર જીત્યો આ ખિતાબ

નવી દિલ્હી, ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમ સી મેરીકોમ વધુ એકવાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મેરી કોમે ૪૮ કિગ્રા કેટેગરીની ફાઈનલમાં યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને છઠ્ઠીવાર આ ખિતાબ જીતવાનો એક રેકોર્ડ બનાવ્યો છે. Mary Kom beats Hanna Okhota in 48kg light flyweight class to win gold in Women's World Boxing Championships pic.twitter.com/oZO2lsGvXw — ANI (@ANI) November 24, […]

Top Stories Trending Sports

નવી દિલ્હી,

ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમ સી મેરીકોમ વધુ એકવાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મેરી કોમે ૪૮ કિગ્રા કેટેગરીની ફાઈનલમાં યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને છઠ્ઠીવાર આ ખિતાબ જીતવાનો એક રેકોર્ડ બનાવ્યો છે.

૬ વાર જીત્યો વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનો ખિતાબ

૩૫ વર્ષીય મહિલા બોક્સર ખેલાડી મેરી કોમે આ ખિતાબ જીતવાની સાથે જ આયરલેન્ડની કૈટી ટેલરને પછાડીને સૌથી વધુ ૬ વાર ચેમ્પિયન બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ પહેલા મેરી કોમ અને કૈટી ટેલર ૫-૫ વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીતીને બરાબરી પર હતા.