Not Set/ પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસનો બીજો દિવસ,અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યું

અડાલજ, વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં શૈક્ષણિક ધામ અને વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત કર્યું. તો બીજી બાજુ તેઓ વસ્ત્રાલ ખાતે માન-ધન યોજનાનો પ્રારંભ કરાવશે.વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્ર તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુહૂર્ત કર્યાં. […]

Top Stories Ahmedabad Gujarat

અડાલજ,

વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં શૈક્ષણિક ધામ અને વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત કર્યું. તો બીજી બાજુ તેઓ વસ્ત્રાલ ખાતે માન-ધન યોજનાનો પ્રારંભ કરાવશે.વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્ર તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુહૂર્ત કર્યાં.

અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ઉદઘાટન કાર્યક્રમોમાં પહોંચેલા પીએમ મોદી કેશભાઈ પટેલને મળ્યા હતા. કેશુભાઈને પગે લાગીને તેઓ તેમને ગળે મળ્યા હતા

આ કાર્યક્રમમાં ઓ.પી. કોહલી, વિજય રૂપાણી, નીતિન પટેલ, કેશુભાઇ પટેલ, પરેશ ધાનાણી અને આનંદીબેન પટેલ ઉપસ્થિત છે. પીએમ મોદીએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી અને રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું હતુ.

પીએમ મોદીએ સભા સંબોધનમાં કહ્યું હતું કે, મારી આ સમાજને પ્રાર્થના છે કે, અન્નપૂર્ણા ધામમાં જે કોઈ આવે તેને પ્રસાદમાં છોડ આપવામાં આવે. તો જિંદગીભર આ માતાનો પ્રસાદ તેના આંગણા કે ખેતરમાં મળે. એ વૃક્ષને કંઈન થવા દે. જેમાં પર્યાવરણ પણ સચવાય.

આ સમાજ નક્કી કરે, જેના ઘરમાં દીકરી પેદા થાય તે દરેક દીકરીને દર્શન કરાવવા આ ધામમાં આવે. એ દીકરીને ઈમારતી લાકડાવાળા પાંચ છોડ આપે. શક્ય હોય તો સરકાર સાથે વાત કરીને જમીન માંગે, અને પરિવાર વતી ઈમારતી લાકડાના પાંચ છોડ ત્યા વાવે. દીકરી જ્યારે 20 વર્ષની થાય, ત્યારે એ ઈમારતી છોડને વેચીને બજારમાં વેચી શકાય.

આ લાકડાના જે પૈસા આવે તે દીકરીને લગ્ન માટે આપવામા આવે. જેથી તેના માબાપને દેવુ ન કરવુ પડે. આજે હજારો કરોડોનું ઈમારતી લાકડુ બહારથી લાવવુ પડે છે. આપણી ધાર્મિક પરંપરાને આધુનિક રીતમાં જોડવા માટે આ જગ્યા કામ કરી શકે છે.

મહોત્સવમાં પાટીદાર સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, 25 કરોડના ખર્ચે પંચતત્ત્વો આધારિત અન્નપૂર્ણા ધામનું નિર્માણ કરવામાં આવશે. મેયર બીજલ પટેલ અને દિલીપ સંઘાણી સહિત નેતાઓ હાજર રહ્યા, મહોત્સવ સ્થળે પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા.

અન્નપૂર્ણા ધામની વિશેષતા

  • અન્નપૂર્ણધામ ટ્રસ્ટ એ લેઉઆ પટેલા સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. જે અંતર્ગત 5 કરોડથી વધુના ખર્ચે મંદીર તૈયાર કરવામાં આવ્યુ છે.
  • અન્નપૂર્ણા ધામની વિશેષતા છે કે તેમાં દાનપેટી રાખવામાં નહીં આવે. આ મંદિરમાં શ્રીફળ પણ વધેરવામાં નહીં આવે.
  • પ્રધાનમંત્રી જે ઇમારતોના ખાતમુહુર્ત કરશે, તે માટે પણ રૂ. 25 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.
  • આ માટે પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોભીઓ દ્વારા મોટુ દાન આપવામાં આવ્યુ છે.
  • 600 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતુ છાત્રાલય, સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનીંગ આપતુ સેન્ટર અને ભોજનાલય જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
  • તેને લાભ દરેક સમાજના દરેક વર્ગના લોકો લઇ શકશે. પરંતુ તેમાં પ્રાથમીકતા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને અપાશે.
  • આ તમામ સુવિધાઓ આગામી 2020ના શૈક્ષણિક વર્ષથી શરૂ થાય તે રીતનું આયોજન કરાવામાં આવી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે,  વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે પીએમ મોદી વસ્ત્રાલમાં સભા સંબોધશે, શ્રમ યોગી માન ધન યોજનાની શરૂઆત કરાવશે .