દિલ્હી,
પુલવામા હુમલો પછી ભારતની એર સ્ટ્રાઇક અને ભારત-પાકિસ્તાન સીમા પર તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ વધી છે. માર્કેટ નિષ્ણાત અને રાજનીતિના જાણકાર એવું માને છે કે પીએમની લોકપ્રિયતા વધવાની સાથે જ દેશ એક વાર ફરી શુદ્ધ રાજકીય મુદ્દા તરફ જઈ રહ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા અને સીમા પર ત્રાસવાદ અને ભારત-પાક વચ્ચે વધતો જતો તણાવ જેવા મુદ્દાને બીજેપીના નેતાઓ પણ માની રહ્યા છે કે આનાથી તેમને ધાર મળ્યો છે. આર્થિક સ્તરે સરકારના સામે જે પડકારો છે જેમ કે જીડીપીનું ઘટવું, બેરોજગારી વધવી, ખેડૂતોની સમસ્યાઓ જેવા મુદ્દાઓ મુદ્દાઓ હાલના પડદા પાછળ ચાલી રહ્યા છે.
યુદ્ધ અને ચુંટણીનું છે કનેક્શન
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 3 યુદ્ધો થયા છે. 1965 માં, 1971 અને 1999માં. 1965 યુદ્ધના બે વર્ષ પછી 1967 ચુંટણીમાં કોંગ્રેસની 361 બેઠક ઘટીને 283 જરૂર થઇ.1971 ના યુદ્ધના 8 મહિના વાળ ચુંટણી થઇ અને ઇન્દિરા ગાંધીની સત્તામાં વાપસી થઇ. આ ત્રણ યુદ્ધમાં માટે 1999 માં કારગિલ યુદ્ધ મે થી જુલાઈ 1999 સુધી ચાલ્યું અને તેના પછી ચુંટણીમાં એટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં બીજેપીની સીટોમાં કઈ ખાસ વધારો થયો નહીં. પરંતુ વોટ ટકાવારી જરૂર વધી.
કારગિલ યુદ્ધથી શીખવા લાયક ઘણા સબક છે.
1999 માં કારગિલ યુદ્ધના થોડા સમય બાદ લોકસભા ચુંટણીમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપને 182 બેઠકો જ મળી. આ 1998 ની લોકસભાની ચૂંટણીની બેઠકની સંખ્યા જેટલી જ હતી. જો કે, મત ટકાવારીમાં 1.84% નો વધારો જરૂર થયો હતો. આનો સામન્ય અર્થ એ લેવામાં આવી શકે કે વીટ ટકાવારીમાં થ્યેક વધારો કારગિલ યુદ્ધમાં વિજયના કારણે વાજપેયી સરકાર તરફ હકારાત્મક અંદાજ તરીકે લઈ શકાય છે.
ઉત્તર પ્રદેશમાં બીજેપીને 1999 માં લાગ્યો હતો ઝટકો
રસપ્રદ વાત એ છે કે, કારગિલ યુદ્ધમાં ભાજપનું કુલ વોટ શેર વધ્યો, પરંતુ ઉત્તર પ્રદેશમાં તે 9% જેટલો જરૂર ઘટી ગયા. 1998 ની ચૂંટણીમાં, જ્યાં ભાજપને 57 લોકસભાની બેઠકો મળી, ત્યાં ઘટીને 29 સુધી જ રહી ગઈ. બીજેપીને બીજા કેટલાક રાજ્યોમાં જેવા પંજાબમાં પણ બેઠકોની ખોટ સહન કરવી પડી હતી. આ બે મોટા રાજ્યોમાં બે મહિના ચાલેલ યુદ્ધ અને વિજયની ભાવનાનો કંઈ ખાસ હકારાત્મક અસર પડી નથી. આનો એ અર્થ નીકળી શકાય છે કે આ બંને રાજ્યોમાં કારગિલ યુદ્ધમાં વિજયનો કોઈ અર્થ નથી.
કારગિલ યુદ્ધ વિજય અને બીજેપીના પ્રદર્શનનો બીજો પક્ષ પણ
કારગિલ યુદ્ધની જીતનો પ્રભાવ જાહેર જનતા પર ન પડવાની વાતથી પણ વિશ્લેષણ પૂરી રીતે શમત નથી. આ દલીલના વિરોધમાં બીજી દલીલ છે કે કારગિલ યુદ્ધ દરમિયાન, વાજપેયી સરકાર સ્થિર સરકાર નહોતી, પરંતુ તેને મેનિપ્યુલેશનની સરકાર કહેવામાં આવી રહી હતી. આમ છતાં, કોઈ ખાસ સિદ્ધિ હોવા છતાં પણ 1999 ની ચૂંટણીઓમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થયો નહોતો, તે એક મોટો સંકેત છે. બીજી બાજુ, કેટલાક વિશ્લેષકો એમ પણ કહે છે કે ભાજપની બેઠકો ઓછી થઈ નથી અને તે સમયગાળામાં ભાજપની શ્રેષ્ઠ કામગીરી હતી. આ પ્રદર્શનનું મોટું ક્રેડિટ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ તરફ જાય છે. કેટલાક રાજકીય વિશ્લેષકો એમ પણ કહે છે કે કોંગ્રેસ તેની રાજકારણમાં સામેલ હતી અને પક્ષના બળવાખોર નેતાઓ સાથે લડતી હતી.
2019 માટે શું છે સંકેત?
આ સમયે પરિસ્થિતિને જોતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રેલી અને જાહેર કાર્યક્રમમાં એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરે છે. વિરોધ પક્ષ એર સ્ટ્રાઈકના પુરાવા માંગી રહ્યા છે અને વડાપ્રધાન તેના વિરોધમાં આક્રમણ કરે છે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ખિ શકાય છે કે આ મુદ્દો કેટલો લાંબો જશે, આના પર ખુબ જ નિર્ભર કરે છે કે 2019 ની ચૂંટણીઓમાં ક્યાં અને જેવી રીતે આ મુદ્દો પ્રભાવિત કરશે.
