જમ્મુ કાશ્મીર/ આતંકીઓની પ્રશંસા કરવી આ મહિલા SPOને પડ્યું ભારે, અંતે કરાયા સસ્પેન્ડ

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ નાબુદ કર્યા બાદ સુરક્ષા દળો દ્વારા આતંકઓનું સફાઈ અભિયાન ચલાવવા,અ આવી રહ્યું છે, જેમાં સેના અને સુરક્ષા દળો આતંકવાદીઓ અને તેમના રક્ષણ કરનારા લોકોના સમર્થન સામે સતત અભિયાન ચલાવી રહ્યા છે,

Top Stories India

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ નાબુદ કર્યા બાદ સુરક્ષા દળો દ્વારા આતંકઓનું સફાઈ અભિયાન ચલાવવા,અ આવી રહ્યું છે, જેમાં સેના અને સુરક્ષા દળો આતંકવાદીઓ અને તેમના રક્ષણ કરનારા લોકોના સમર્થન સામે સતત અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે પોલીસે કુલગામમાં મહિલા એસપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા આ મહિલા સામે આતંકવાદને પ્રશંસા કરવા અને સરકારી અધિકારીઓના કામમાં અવરોધ આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હકીકતમાં, 14 એપ્રિલ 2021 ના રોજ, ફ્રીસલ ગામના કરવા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળી હતી, ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન મહિલાએ અભિયાનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો : મિઝોરમમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત થઇ રહ્યો છે વધારો

આ મહિલાની ઓળખ ફ્રીસેલમાં રહેતા ગુલામ નબી રાહની પુત્રી સીમા અખ્તર તરીકે થઈ છે. મહિલાએ સર્ચ ઓપરેશનનો વિરોધ કર્યો હતો અને આતંકીઓની હિંસક કાર્યવાહીની પ્રશંસા કરી હતી. આ સમયે તેણે પોતાના ફોનથી એક વિડિયો બનાવી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો. આ સાથે મહિલા પર ભડકાઉ વાતો કહેવા, સુરક્ષા દળો સાથે ગેરવર્તન કર્યાનો પણ આરોપ છે.

મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

મહિલાની આ વર્તણૂકને કારણે સુરક્ષા દળોએ તેમનું ઓપરેશન પણ બંધ કરવું પડ્યું હતું, ત્યારબાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની નોંધ લેતાં તેને નોકરીથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. અત્યારે કુલગામના મહિલા સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દેશના ત્રણ દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત

બડગામમાં અજાણ્યા લોકો સામે એફ.આઈ.આર. નોંધાઈ

આ જ દિવસે બડગામ જિલ્લા પોલીસે જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની વિશે નકલી માહિતી ફેલાવ્યા બાદ અજાણ્યા લોકો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો.

આ સાથે ટ્વિટર એકાઉન્ટ પર એક અખબારી યાદીમાં, ભાગલાવાદી નેતાના બાળકોની હત્યા અને ધાર્મિક સ્થળોના અપમાન વિરુદ્ધ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ટ્વિટર હેન્ડલ પર સૈયદ અલી શાહ ગિલાનીનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :મોનસૂનને લઈ મોસમ વિભાગે લગાવ્યું અનુમાન, જાણો, વરસાદનો કેવો રહેશે આસાર

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરાનાથી એક જ પરિવારના પાંચ સભ્યોનું મોત