દિલ્લી,
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝનમાં દિલ્લી ડેરડેવિલ્સની ટીમે આ ટુર્નામેન્ટમાં રમેલી કુલ ૬ મેચમાંથી ૫ મેચમાં પરાજય મેળવ્યો છે. ત્યારે પોતાની ટીમને મળી રહેલી સતત હાર બાદ કેપ્ટન ગૌતમ ગંભીરે તત્કાલ પ્રભાવથી કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. બુધવારે ગૌતમ ગંભીરે કેપ્ટનપદેથી રાજીનામું આપ્યા બાદ હવે ટીમની કમાન શ્રેયસ ઐયરને સોપવામાં આવી છે.
દિલ્લીની ટીમને આગામી મુકાબલો શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સામે રમવાનો છે ત્યારે આ મેચમાં ટીમનું કમાન શ્રેયસ ઐયર કરતો જોવા મળશે.
It was my decision. I haven't contributed enough to the team. I had to take the responsibility being the leader of the ship. I feel it was the right time: Gautam Gambhir on stepping down as captain of Delhi Daredevils. #IPL2018 pic.twitter.com/ZdgoX2Hmnt
— ANI (@ANI) April 25, 2018
ગૌતમ ગંભીરે કેપ્ટનપદેથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું, “આ મારો નિર્ણય છે. હું ટીમ માટે વધુ યોગદાન આપી શક્યો નથી. મને નેતૃત્વ કરવા પર ટીમની જવાબદારી લેવાની જરૂરત છે. મને લાગે છે કે, આ જ યોગ્ય સમય છે”.
I want to thank the management & my coaches for appointing me as the captain of the team. It is a great honor for me: Shreyas Iyer on being appointed as the new captain of Delhi Daredevils. #IPL2018 pic.twitter.com/GQgtYvd9qh
— ANI (@ANI) April 25, 2018
દિલ્લીની ટીમની કમાન સોપવામાં આવ્યા બાદ શ્રેયસ ઐયરે જણાવ્યું, “આ એક મારા માટે મોટું સન્માન છે અને આ માટે હું ટીમના મેનેજમેન્ટ અને કોચને કેપ્ટનપડે વરણી કરવા બદલ હું તેઓનો અભાર માનું છું”.
આ પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, DDની ટીમના કેપ્ટન તરીકે ગૌતમ ગંભીરની વરણી કર્યા બાદ ટીમનું પરફોર્મન્સમાં સુધારો થશે, પરંતુ તે શક્ય થઇ શક્યું ન હતું.
બીજી બાજુ ગંભીરની જગ્યાએ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવેલા શ્રેયસ ઐયરે આ સિઝનમાં રમાયેલી કુલ ૬ મેચોમાં ૩૭.૨૭ના એવેરજથી ૧૫૧ રન બનાવ્યા છે જેમાં ૨ ફિફ્ટી શામેલ છે. જયારે ગૌતમ ગંભીરે આ સિઝનની ૬ મેચની ૫ ઇનિંગ્સમાં માત્ર ૮૫ રન જ બનાવ્યા છે અને આ દરમિયાન તેઓની એવરેજ માત્ર ૧૭ રન રહી છે.
દિલ્લી ડેરડેવિલ્સની ટીમે આ સિઝનમાં કુલ ૬ મેચમાંથી ૧ મેચ જીતી છે જયારે ૫ મેચમાં પરાજય મેળવ્યો છે અને દિલ્લી હાલ પોઈન્ટ ટેબલમાં માત્ર ૨ પોઈન્ટ સાથે અંતિમ સ્થાન પર છે.
મહત્વનું છે કે, આ પહેલા IPL ૧૦મી સિઝનમાં ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હતા. ગંભીરની કેપ્ટનશી હેઠળ કોલકાતાની ટીમ ૨ વાર IPL ચેમ્પિયન પણ બની ચુકી છે. જો કે IPL ૧૧મી સિઝન દરમિયાન કોલકાતાની ફ્રેન્ચાઇઝી દ્વારા તેને રિટેન કરવામાં આવ્યો ન હતો, અને ત્યારબાદ દિલ્લી દિલ્લીની ટીમે ગંભીરને પોતાની ટીમમાં શમાવ્યો હતો.
