વડોદરા.
ગુજરાતમાં નદીઓમાંથી રેતી ખનનની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર છે, એવામાં સમાચાર બહાર આવ્યા છે કે ભાજપનાં વડોદરા ક્ષેત્રના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ હવે ભાજપ સામે પ્રતિક ઉપવાસ પર ઉતારવાના છે. હાલ વડોદરા જીલ્લામાં થઇ ગેરકાયદેસર રેતી ખનન રહેલા મુદ્દે તેમણે વડોદરા અધિકારીઓને રજૂઆત કરી હતી. અધિકારીઓ દ્વારા વડોદરા જિલ્લામાં રેતી ખનન અટકાયત પર ઉચિત પગલાં ભરવામાં આવ્યા નહોતા. આથી તેમણે આ મુદ્દે રાજ્ય સરકારને રજુઆત કરી હતી.

આ અંગે જયારે મધુભાઈ શ્રીવાસ્તવને મીડીયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તેઓએ મુખ્યમંત્રીને શું રજુઆત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયા પહેલા પોતાના મતવિસ્તારની અંદર ચાલી રહેલી ગતિવિધિઓ વિશે રજૂઆત કરવા ગયા હતા. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વડોદરાના કોટના ગામની ખોદકામની મંજૂરી મેળવીને ગેરકાયદે રેતી ખનન ફાજલપુર ગામમાં કરાઈ રહ્યું છે. મહીસાગરમાંથી જે લોકો રાત-દિવસ રેતી કાઢી રહ્યા છે તેની રજૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવી છે.
કોટના ગામની રોયાલીટી દેખાડીને ફાજલપુર ગામથી રેતી કાઢવાનું જે કૃત્ય થયું છે તેની જાણ તેઓએ મુખ્યમંત્રીને કરી હતી અને વિનંતી કરી હતી કે આ મુદ્દે અચૂક પગલાં લેવામાં આવે. તેઓએ જણાવ્યું હતું કે જયારે તેઓએ વડોદરાના અધિકારીઓને જણાવ્યું હતું ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે અમે આ બાબતે કડક પગલાં લઈશું પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી અંતે તેમણે મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરી હતી.
આજે ફરીવાર તેમણે સરકારને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો સરકારને રજૂઆત કાર્ય બાદ પણ રેતી ચોરી કરવા પર કોઈ પગલાં લેવામાં નહિ આવે તો અંતે તેઓ પ્રતિક ઉપવાસ પર બેસશે.
