Surendranagar News: સુરેન્દ્રનગરમાં બે બાઇક અકસ્માતમાં બેના મોત થયા છે. લીંબડી-ચુડા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. હોમગાર્ડ જવાન સહિત બે યુવકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
રેલ્વે ફાટક નજીક બે બાઇક ધડાકાભેર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. એક હોમગાર્ડ જવાન સહિત બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના બે યુવકોના રાજસ્થાનમાં મોત થયા છે. રાજકોટના બે યુવકો રાજસ્થાનમાં મંડાર જીઓ પેટ્રોલ પંપ પાસે ટ્રેલરની અડફેટે આવતા તેમનું નિધન થયું હતું. તેઓ મંડાર ગામ લગ્નપત્રિકા આપવા ગયા હતા. તેના પગલે સમગ્ર કુટુંબમાં શોકનું વાતાવરણ છે. બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ આદરી છે. બંને યુવાન પરેશ ઠાકોર અને ભાવેશ ઠાકોરના 15મી નવેમ્બરના રોજ લગ્ન હતા. તેઓ લગ્નપત્રિકા આપવા ગયા હતા.
દાહોદમાં ડોકી ગામે અકસ્માતમાં એકનું મોત થયું છે. કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે. બનાવ અંગે દાહોદ પોલીસને જાણ કવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના સાયલામાં અકસ્માતઃ બેના મોતને સાતને ઇજા
