tapi news/ તાપીના વાલોડની મીંઢોળા નદીમાં કૂદીને તબીબની આત્મહત્યા, મહિલાની મોબાઈલને લઈ આત્મહત્યા

તાપીની વાલોડની મીંઢોણા નદીમાં કૂદીને તબીબે આત્મહત્યા કરી છે. 26 વર્ષીય ડોક્ટર દિવ્યેશ ગામીતે આત્મહત્યા કરી છે. તબીબે અગમ્ય કારણસર આત્મહત્યા કરી છે.

Gujarat Surat Breaking News

Tapi: તાપીની વાલોડની મીંઢોણા નદીમાં કૂદીને તબીબે આત્મહત્યા કરી છે. 26 વર્ષીય ડોક્ટર દિવ્યેશ ગામીતે આત્મહત્યા કરી છે. તબીબે અગમ્ય કારણસર આત્મહત્યા કરી છે. તબીબ સુરત રહેતા હોવાનું બહાર આવ્યું છે. પરિવારે સુરતમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

વાલોડ તાલુકાના તિતવા ગામેથી પસાર થતી મીંઢોળા નદીમાંથી લાશ મળી આવી છે. તેમના ખિસ્સામાંથી જીએમઆરેસ સરકારી મેડિકલ કોલેજ હિંમતનગરનું આઇકાર્ડ મળ્યું હતું. 26 વર્ષીય ડો. દિવ્યેશ નરેન્દ્ર ગામીત નાઓએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. સુરત એસએમસી સંચાલિત હોસ્પિટલમાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરતાં હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા દિવસો દરમિયાન કુટુંબે સુરત શહેર પોલીસ સ્ટેશનમાં તબીબના ગુમ થયાની ફરિયાદ આપી હતી. હાલમાં તો પાલોડ પોલીસે લાશનો કબ્જો લીધો છે અને પોસ્ટમોર્ટમ સહિતની અન્ય કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય ટૂંક સમયમાં તેમનો કબ્જો સુરત પોલીસને સોંપાઈ શકે છે.

આ ઉપરાંત અરવલ્લીના વાત્રક ડેમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો તો. જાલમ ખાંટના મુવાડાની પરીણિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. મોબાઇલ બાબતે કંકાસ થતાં જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ છે. માલપુર પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોલીસે મોત અંગે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. મૃતકના પતિ અને સાસુ સહિત પાંચની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. માલપર પોલીસે દુષ્પ્રેરણા આપનારા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ તાપીમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

આ પણ વાંચોઃ આયેશા સુસાઈડ કેસ વચ્ચે સુરતમાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, રિક્ષા ચાલકે આ રીતે બચાવ્યો જીવ

આ પણ વાંચોઃ તાપીમાં 4 વર્ષીય બાળકીનો દીપડાએ ભોગ લીધો