હત્યા/ તાપીમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

Gujarat

તાપી જિલ્લાના કુંકરમુડા તાલુકાના ચીખલીપાડામાં રહેતા પતિએ પત્નિની હત્યા કરીને બાદ આત્મહત્યા કરી લીધી. નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, ગત રોજ કુકરમુંડા તાલુકાના ચીખલીપાડાના રહેવાસી ભરતભાઈ ફતેસિંગ પાડવી પોતાની પત્નિ સાથે કામ કરવા માટે ખેતરે ગયા હતા. તે દરમિયાન આશરે બપોરે 3થી 4 વાગ્યાના સમયમાં પત્નિના કોઈ સાથે આડા સંબંધ છે, એવો  વહેમ રાખીને પતિએ પત્નિ સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ ઝઘડો ઉગ્ર થઇ જતાં પતિએ તેની પત્નીની હત્યા કરી નાંખી હતી.

 ચીખલીપાડાની સીમમાં આવેલા રાજકુમાર પ્રતાપના શેરડીના ખેતરમાં લોખંડની હથોડી વળે માથા અને ચહેરાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી પત્નિને મોતના ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ આરોપી ભરતે પોતે પણ કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને સારવાર હેઠળ નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું. આ બાબતે વધુ તપાસ નિઝર પોલીસે હાથ ધરી છે