ભુજ,
કચ્છ કોંગ્રેસના પૂર્વ આગેવાન અને મુસ્લિમ સમાજના અગ્રણી હમિદ ભટ્ટી પર હિંસક હુમલો થયો છે.હમિક ભટ્ટી પર હુમલો થતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી ઉપર જીવલેણ હુમલાની ઘટનાએ ચકચાર સર્જી છે હમીદ ભટ્ટી ઉપર હુમલાનો બનાવ બપોરે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. કચ્છ યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપીને પાછા વળી રહેલા હમીદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાંજ બે ગાડીઓમાં આવેલા ૧૫ જેટલા શખ્સોએ તલવાર, છરી અને ધોકા સહિતના ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. જોકે, હમીદે સામનો કરવાનો પ્રયાસ કર્યો પણ હુમલો ઘાતક હતો અને થોડી વારમાંજ તે લોહીલુહાણ થઈ ગયા હતા.
હમીદ પર યુનિવર્સિટી કેમ્પસમાં જ હુમલો થતા હો હા મચી જતા હુમલાખોરો રવાના થઈ ગયા હતા પણ, હુમલાની આ ઘટનાને પગલે હમીદ ભટ્ટીની કારને પણ નુકસાન થયું હતું.હમીદની ગાડીમાં તલવાર પણ મળી આવી હતી ઘાયલ હમીદ ભટ્ટીને ભુજની એકોર્ડ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા છે.
હમીદ ભટ્ટીને હુમલા દરમ્યાન તેના ગળાની પાછળના ભાગે અને પેટમાં તીક્ષણ હથિયારોના ઘા લાગ્યા હોઈ અને લોહી વહી જવા પામ્યું હોઈ તેની આ ઈજાઓ ગંભીર ગણાવાઈ રહી છે.
કચ્છમાં પણ અગાઉ પણ હમિદ ભટ્ટીના ઘર પર ફાયરિંગ થયું હતું. હમિદ ભટ્ટી પર હુમલો થયાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો છે, પોલીસ દ્વારા હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ હુમલો અંગત અદાવત કે પછી અન્ય કોઈ કારણોસર થયો છે તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. હુમલાવરોએ ભટ્ટીની ફોર્ચ્યૂનર કારના કાચ તોડી નાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ હમીદ ભટ્ટીએ મુસ્લિમ યુવાનો સામે ફરિયાદ નોંધાવી હતી અને તેનો ઉગ્ર વિરોધ થયો હતો. ભોગ બનનાર ભટ્ટી કચ્છના ભુજમાં કોંગ્રેસના પૂર્વ નગર સેવક હતા જોકે, તેમણે વિધાનસભાની ચૂંટણી પૂર્વ જ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો. હમિદ ભટ્ટી પર અગાઉ ફાયરિંગ થયું હતું ત્યારબાદ પોલીસે એ ઘટનામાં 6 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
