પોપ્યુલર બિલ્ડર પટેલ અને તેના પરિવાર પર કાયદાનો ગાળિયો સતત કસાઈ રહ્યો છે. એક પછી એક મુસીબતો પોપ્યુલર બિલ્ડરનાં પરિવાર પર આવી રહી છે. જેમાં વસ્ત્રાપુરમાં નોંધાયેલા છેતરપિંડીનાં કેસમાં નામદાર ગ્રામ્ય કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલનાં પુત્ર પ્રિયેશ પટેલનાં વચગાળાનાં જામીન નામંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી રમણ પટેલ મોનાગ પટેલ અને પ્રિયેશ પટેલની ધરપકડ કરી હતી. જેમાં ઉલ્લેખનીય છે કે, રમણ પટેલ અને મોનાગ પટેલ પહેલેથી જ પોલીસ કસ્ટડીમાં છે. જેથી વસ્ત્રાપુર પોલીસે પ્રિયેશ પટેલની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ નામદાર ગામે કોર્ટમાં તેના વચગાળાનાં જામીનની અરજી મૂકવામાં આવી હતી. પરંતુ નામદાર ગ્રામ્ય કોર્ટે વિવાદિત પોપ્યુલર બિલ્ડર રમણ પટેલનાં પુત્ર પ્રિયેશ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. જેથી રમણ પટેલ અને મોનાગ પટેલની સાથે સાથે હવે તેના બીજા પુત્ર પ્રિયેશ પટેલ ને પણ જેલ કસ્ટડીમાં રહેવાનો વારો આવ્યો છે.
Crime: સાયબર સેલનું સુરક્ષાચક્ર મહિલાઓને આવી રીતે કરશે સુરક્ષિત…
Ahmedabad: સગાઈ તૂટતા સોશિયલ મીડિયા પર રચ્યું ષડયંત્ર, પણ આખરે થયો જેલ હવાલે
Crime: મેટ્રો કોર્ટની મહિલા વકીલ સાથે છેડતી, મેસેજ કરી યુવકે હેરાન કરતા કારંજમાં નોંધાઈ ફરિયાદ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
