જો કોઈ મહિલા ને સોશિયલ મીડિયા મારફતે કોઈ વ્યક્તિ પરેશાન કરે છે અથવા બ્લેમેઇલ કરે છે, તો જરાય પણ ગભરાશો નહી. કારણ કે એક ફોન થી પોલીસ તમારી મદદ એ પહોંચી જશે. સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલ આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી માં 2 હજાર થી વધુ મહિલા ઓને આ પ્રકાર ના ગુના માં મદદ કરી આરોપીઓને પાઠ ભણાવ્યા છે.

ટેકનોલોજી નો વ્યાપ વધતા જ હવે લોકો સોશિયલ મીડિયા નો વધુમાં વધુ ઉપયોગ કરતા થયા છે. જો કે બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ નો ગેરલાભ લેતા હોય તેવું પણ જોવા મળ્યું છે. પારિવારિક દુશ્મની અથવા તો એક તરફી પ્રેમ માં યુવતી ઓને પરેશાન કરવી કે બદનામ કરવામાં લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. તેને ધ્યાન માં રાખી ને સાયબર ક્રાઇમ દ્વારા એન્ટી બુલિંગ યુનિટ નું શરૂઆત કરવામાં આવી છે. જેમાં સોશિયલ મીડિયા દ્વારા આચરવામાં આવતા ગુના માં મહિલા ઓને મદદ કરવામાં આવે છે. આ યુનિટ દ્વારા અત્યાર સુધી માં 2200 જેટલી મહિલા ઓને મદદ કરી આરોપી ઓને પાઠ ભણાવવા માં આવ્યા છે.

સાયબર ક્રાઇમ ના આ યુનિટ માં એક મહિલા પી એસ આઈ ની પણ નિમણુક કરવામ આવી છે. સોશિયલ મીડિયા દ્વારા આચરવામાં આવતા ગુના માં મહિલા ઓને કેવીરીતે કાઉન્સિલિંગ કરવા તેમની તાલીમ પણ તેઓ ને મનો ચિકિત્સક દ્વારા આપવામાં આવી છે. મોટા ભાગ ના કિસ્સા માં એક તરફી પ્રેમ અથવા સામાજિક દુશ્મનીનો બદલો લેવા માટે આરોપીઓ આ પ્રકાર ના ગુના આચરતા હોવાનુ કારણ સામે આવતું હોય છે.

જ્યારે પણ કોઈ મહિલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે તેને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક તો જ્યારે તે ફેસબુક જેવા માધ્યમોનો ઉપયોગ કરે છે તો તેની profile lock રાખવી જોઈએ, ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવા જોઈએ, કોઇ પણ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકાર ન જોઈએ, કોઈની પણ સાથે પોતાના ફોટોગ્રાફ શૅર ન કરવા જોઈએ જો મહિલા ઓ આ બાબત નું ધ્યાન રાખે તો ચોક્કસ થી આ પ્રકાર ના બનાવો બનતા અટકી શકે છે. જ્યારે પણ કોઈ મહિલા આ પ્રકાર ના ગુના નો ભોગ બને છે ત્યારે તે તરત જ 100 નંબર ડાયલ કરી ને અને નવ નિર્મિત જિલ્લા માં 112 નંબર ડાયલ કરી ને પોલીસ ની મદદ મેળવી શકે છે.
Crime: પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરનારાની પોલીસે કરી ધરપકડ
Crime: ચૂંટણી પહેલા અમદાવાદમાં લાખોની નકલી નોટો ઘૂસાડવાનો કૌભાંડ, સરખેજ પોલીસે ઝડપ્યા બે શખ્સો
Crime: પતિ પત્નીને બેહોશ કરીને કરતો હતો એવું કામ કે તમને સાંભળીને આવશે પતિ ઉપર ગુસ્સો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
