Patan News/  પાટણના સમી તાલુકાનો તલાટી લાંચ લેતા ઝડપાયો

માટીની પરવાનગી આપવા અને તળાવમાંથી માટી લઇ જવા રૂ.70,000ની ગેરકાયદેસર લાંચ(Bribe)ની માંગણી કરી હતી

Gujarat Others
પાટણના સમી તાલુકાનો તલાટી હમીર ઠાકોર રૂ.70,000 ની લાંચ(Bribe) લેતા ACBમે હાથે ઝડપાઈ ગયો હતો

Patan News :  પાટણના સમી તાલુકાનો તલાટી હમીર ઠાકોર રૂ.70,000 ની લાંચ(Bribe) લેતા ACBમે હાથે ઝડપાઈ ગયો હતો. એક કોન્ટ્રાક્ટરને તળાવમાંથી માટી લઈ જવાની પરવાનગી આપવા માટે તેણે લાંચ માંગી હતી.

આ કેસની વિગત મુજબ ફરિયાદી કોન્ટ્રાકટનો ધંધો કરે છે અને પુરણ કરવા સારુ માટીની જરૂરિયાત હતી. જેથી પાટણના સમી તાલુકાના દુદાખા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હમીર રાયસંગભાઈ ઠાકોરને મળતા તલાટીએ જણાવેલ કે, માટીની પરવાનગી આપવા અને તળાવમાંથી માટી લઇ જવા સારુ પંચાયતમાં ઠરાવ કરવો જરૂરી છે. જેની અવેજીમાં રૂ.70,000ની ગેરકાયદેસર લાંચ(Bribe)ની માંગણી કરી હતી.

જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હતા. આથી ફરિયાદીએ ACBનો સંપંર્ક કર્યો હતો. ફરીયાદીની ફરિયાદને આધારે પાટણના શંખેશ્વર તાલુકાના રાધો શોપિંગ આર્કેડ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમ્યાન આરોપી તલાટી હમીર ઠાકોરે ફરિયાદીસાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યો હતો.


આ પણ વાંચો : સોલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો દાખલ

આ પણ વાંચો : જામનગરમાં CPWDનો આસિસ્ટન્ટ એન્જિનિયર ₹4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

આ પણ વાંચો : મહુવાના તત્કાલીન મામલદાર સામે લાંચનો ગુનો દાખલ