રાજકોટમાં આવેલું નારી સંરક્ષણ ગૃહ એક અનોખા લગ્ન સંસ્કારનું સાક્ષી બન્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે ત્રણ દીકરીના લગ્ન થયા છે. જેમાં લગ્ન સંસ્કાર વિધિ મુજબ મંડપ રોપાયા, મહેંદી મુકાઈ અને પીઠી ચોળવામાં આવી હતી. સાથે જ શરણાઈઓ અને ઢોલ પણ ઢબૂક્યા હતા. આ તમામ વિવાહ વિધિમાં શબ્દો નહીં પરંતુ સાઈન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસમાં ભોગ બનેલી પીડીત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે વહિવટી તંત્ર સદા પ્રયત્નશીલ છે. આજે કુલ ત્રણ યુગલોના લગ્ન કરવામાં આવ્યા, જેમાં બે રાજકોટના છે અને એક યુગલ જામનગરનું છે. જામનગરનું યુગલ મુકબધિર છે. આ દંપતિઓને એક લાખ રૂ.રુપિયા તથા 50 હજારની વિકલાંગ લગ્ન સહાય આપવામાં આવી છે.
આ પણ વાંચો ;દેશદ્રોહી કૃત્ય / પાકિસ્તાનની જીત પર ઉજવણી કરનાર ગદ્દાર શિક્ષિકાએ હવે ભારત માટે શું કહ્યું જાણો…
સંસ્થામાં 3 કન્યાના લગ્નના અનેરા અવસરે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સગાં-સંબંધી અને સ્નેહીજનોના સામાન્ય લગ્નોત્સવના સાક્ષી તો સૌ કોઈ બન્યા હશે પરંતુ રાજકોટમાં આજે એક અનોખા લગ્ન યોજાયા છે જેમાં નારી સંરક્ષણ ગૃહની ત્રણ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા અને આખું ગૃહ શરણાઈના સૂર અને ઢોલના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.
ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર પૈકી લગ્ન એ અગત્યની સંસ્કાર વિધી છે. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નએ એક ધાર્મીક વિધી ઉપરાંત અનોખો ઉત્સવ છે. નારીસંરક્ષણ ગૃહ આવા એક અનોખા લગ્ન સંસ્કારનું સાક્ષી બન્યુ હતું. મુકબધિર યુગલની લગ્ન વિધી કરાવનાર મહેશ જોષીએ અગાઉ 16 જેટલા મુકબધિરોના લગ્ન કરાવ્યા છે. આ યુગલ માટે તમામ વિધી શબ્દોથી નહીં પરંતુ સાઈન લેન્ગવેજથી કરાવવામાં આવી હતી. આ અનેરા અવસરે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નારી સંરક્ષણ ગૃહની દીકરીઓને લગ્ન કરાવવાની સાથે સાથે સરકારની કેટલીક યોજનાઓના લાભ પણ આપવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા આ દિવ્યાંગ દંપતીને વિકલાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત એક વિકલાંગ દીકરીને 50 હજાર એમ થઈને કુલ 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો ;અમદાવાદ / હવે તમે હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો વ્યૂ માણી શકાશે, જાણો કેટલો થશે ચાર્જ?
