Rajkot News: રાજકોટ શહેરમાં સગીરાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 16 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવીને ભગાડી (Minor Girl Kidnapping Case) લઈ જવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ અને પ્રાથમિક તપાસના આધારે આરોપીઓ સગીરાને અમદાવાદ સહિત અલગ-અલગ સ્થળોએ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
Minor Girl Kidnapping Case: અમદાવાદ લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ
પોલીસ ફરિયાદ મુજબ, સગીરાને રાજકોટમાંથી બહાર લઈ જઈ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ (Sexual Assault Case) આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ ગંભીર મામલે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતાં રાજકોટ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી સગીરાને હેમખેમ શોધી કાઢી હતી. ઘટનામાં સંડોવાયેલા હોવાનું જણાવાતા અરમાન અને અફઝલ નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
POCSO અને BNS હેઠળ કાર્યવાહી

બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત જોગવાઈઓ તેમજ બાળ સુરક્ષા કાયદા હેઠળ (POCSO Case) ગુનો નોંધવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરી વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.
મેડિકલ તપાસ અને કાઉન્સેલિંગની કાર્યવાહી
સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા બાદ જરૂરી મેડિકલ તપાસ અને કાઉન્સેલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓની વધુ પૂછપરછ કરીને ઘટનાના તમામ પાસાઓ (Rajkot Police Action) અને અન્ય સંભવિત સંડોવણી અંગે તપાસ આગળ વધારી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સગીરા દુષ્કર્મ કેસ: અંગત વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ થતાં ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો: અમદાવાદ નારોલમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આક્ષેપ, યુવક સામે ફરિયાદ
આ પણ વાંચો: પ્રેમસંબંધથી દુષ્કર્મ કેસ સુધી પહોંચ્યો મામલો, પૂર્વ વિદ્યાર્થીને સેશન્સ કોર્ટમાંથી જામીન
