Ajab gajab News : આપણે સૌએ જમીન પર કે દરિયા કિનારે નાના-મોટા અનેક પ્રકારના પથ્થરો જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય એવા પથ્થર વિશે સાંભળ્યું છે જેને કાપતા કે તોડતા જ માણસોની જેમ લોહી વહેવા લાગે? સાંભળવામાં આ વાત ભલે કોઈ કાલ્પનિક કથા કે ચમત્કાર જેવી લાગે, પરંતુ કુદરતની આ વિચિત્ર રચના તદ્દન સત્ય છે. ચિલી અને પેરુના દરિયાઈ વિસ્તારમાં એક એવો અજાયબ ‘જીવ’ મળી આવે છે જે બહારથી તદ્દન પથ્થર જેવો દેખાય છે, પણ અંદરથી લોહી અને માંસ ધરાવે છે.
ચિલી અને પેરુના સમુદ્ર તળિયે વસતો રહસ્યમય ‘પ્યુરા ચિલિઆન્સિસ’ (Ajab gajab News)
વિજ્ઞાનની ભાષામાં આ અનોખી રચનાને ‘પ્યુરા ચિલિઆન્સિસ’ (Pyura Chilensis) કહેવામાં આવે છે. પ્રથમ નજરે જોતાં જ કોઈપણ વ્યક્તિ તેને સામાન્ય પથ્થર કે ખડકનો ટુકડો સમજી બેસે છે. આ જીવ દરિયાની અંદર મોટા ખડકો સાથે સખત રીતે ચોંટી જાય છે. સામાન્ય પથ્થરથી વિપરીત, આ એક જીવંત સમુદ્રી પ્રાણી છે જે શ્વાસ પણ લે છે અને પોતાનો ખોરાક પણ મેળવે છે. સ્થાનિક સ્તરે લોકો તેને ‘પીરિયડ રોક’ તરીકે પણ ઓળખે છે.
નર અને નારી બંને ગુણો ધરાવતો અજાયબ જીવ
આ જીવંત પથ્થરની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તે લિંગ બદલવાની અદ્ભુત (Wonderful)કુદરતી ક્ષમતા ધરાવે છે. તે એક જ સમયે નર અને નારી બંનેના પ્રજનન ગુણો ધરાવે છે, જેના કારણે તે સાથીદાર વિના પણ દરિયાના ઊંડાણમાં સંતતિ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે આ પથ્થર પર ઈજા થાય કે તેને કાપવામાં આવે ત્યારે માનવ શરીરની જેમ જ તેમાંથી ઘેરૂં લાલ લોહી બહાર આવવા લાગે છે.
બહારથી કઠણ પણ અંદરથી નરમ
જોવામાં બહારથી એકદમ સખત જણાતો આ પથ્થર અંદરથી અત્યંત નરમ માંસ ધરાવે છે. દક્ષિણ અમેરિકા (South America)ના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ જીવના માંસની ખૂબ જ ઊંચી માંગ રહે છે. સ્થાનિક લોકો દરિયાના ઊંડાણમાં ડૂબકી લગાવીને આ પથ્થરો શોધી લાવે છે. તેમાંથી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે, જ્યારે ઘણા સ્થાનિકો તેને દરિયાઈ મસાલા સાથે કાચું ખાવાનું વધુ પસંદ કરે છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
