સોશિયલ મીડિયાના યુગમાં દરરોજ અવનવા અને ચોંકાવનારા વીડિયો સામે આવતા રહે છે. ક્યારેક નવીનતમ વાનગીઓ તો ક્યારેક એવી વિચિત્ર પ્રવૃત્તિઓ જોવા મળે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. હાલમાં જ ઈન્ટરનેટ પર એક મહિલાનો એવો જ અનોખો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના જ ‘બ્રેસ્ટ મિલ્ક’ (milk) માંથી માખણ (બટર) બનાવીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
બે કાચની બોટલોમાં દૂધ ભેગું કરી તૈયાર કર્યું માખણ
મહિલાએ સૌપ્રથમ પોતાના બ્રેસ્ટ મિલ્કને કાચની બે નાની બોટલોમાં એકત્રિત કર્યું હતું. ત્યારબાદ તેણે ચોક્કસ પદ્ધતિથી દૂધને વલોવીને તેમાંથી ફેટ (ચરબી) નો ભાગ અલગ કરવાની પ્રક્રિયા દર્શાવી હતી. સતત પ્રોસેસ કર્યા પછી દૂધમાંથી માખણ જેવો ઘટ્ટ પદાર્થ અલગ થવા લાગ્યો હતો, જેને મહિલાએ એક અલગ વાસણમાં કાઢી લીધો હતો.
બ્રેડ પર માખણ લગાવીને સ્વાદની કરી સમીક્ષા
માખણ બની ગયા બાદ મહિલાએ તેને બ્રેડ પર લગાવીને ખાધું હતું અને તેનો સ્વાદ કેવો છે તે પણ જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે આ બટર ખૂબ જ ‘ડિલિશિયસ’ (સ્વાદિષ્ટ) છે અને તેનો સ્વાદ કુદરતી રીતે થોડો ગળ્યો (મીઠો) લાગે છે. મહિલાના જણાવ્યા મુજબ, બ્રેસ્ટ મિલ્કમાંથી બટર બનાવવું એ કોઈ સાવ નવો ખ્યાલ નથી, પરંતુ ઈતિહાસમાં પણ આવી પ્રક્રિયાઓના ઉલ્લેખ મળતા આવ્યા છે.
આ બાબતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું કહે છે?
વૈજ્ઞાનિક રીતે જોઈએ તો માતાના દૂધમાં ફેટ (ચરબી) નું પ્રમાણ હોય છે, તેથી સૈદ્ધાંતિક રીતે તેમાંથી ફેટ અલગ કરીને બટર જેવો પદાર્થ બનાવી શકાય છે. પરંતુ સામાન્ય આહાર શૈલીમાં કે ખાદ્ય પ્રક્રિયા તરીકે બ્રેસ્ટ મિલ્કમાંથી માખણ બનાવવું એ વ્યવહારુ કે સામાન્ય બાબત નથી, અને આ અંગે મર્યાદિત વૈજ્ઞાનિક સંશોધનો જ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો :સહાયક દિગ્દર્શકે વેનીટી વાનમાં ઘૂસી કાજલ અગ્રવાલને ટેટૂ બતાવવા પોતાનો શર્ટ ઉતાર્યો
આ પણ વાંચો :રાખી સાવંતનો કંગના રનૌત પર પ્રહાર, ‘ચુડેલ’ કહીને જોરદાર વિરોધ નોંધાવ્યો
આ પણ વાંચો :બોલિવૂડમાં શોકની લહેર: દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું 70 વર્ષની વયે લંડનમાં હાર્ટ એટેકથી નિધન
