National News/ કેન્દ્ર સરકારના મોટા નિર્ણયો; NEET PG ઉમેદવારો માટે રાહતના સમાચાર

કેન્દ્ર સરકારે NEET PG 2026 પરીક્ષામાં મોટા સુધારા કર્યા છે. હવે ઘરની નજીક સેન્ટર, એક જ શિફ્ટમાં પરીક્ષા અને પ્રશ્નો માટે વધુ સમય મળશે. જાણો સંપૂર્ણ વિગત.

NATIONAL Top Stories India Education
NEET PG 2026

NEET PG 2026 Major Reforms: કેન્દ્ર સરકારે NEET PG 2026 પરીક્ષાને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે અનેક મોટા સુધારાઓની જાહેરાત કરી છે. હવે ઉમેદવારોએ દૂર-દૂરના પરીક્ષા કેન્દ્રો માટે દોડધામ નહીં કરવી પડે, કારણ કે સરકાર દ્વારા પરીક્ષા કેન્દ્રની ફાળવણી, શિફ્ટ અને પ્રશ્નોના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ઘરની નજીક પરીક્ષા કેન્દ્ર અને શહેરની અગાઉથી માહિતી

અગાઉ ‘પહેલા આવો, પહેલા મેળવો’ના આધારે કેન્દ્રો ફાળવાતા હતા, પરંતુ હવે નવી વ્યવસ્થા મુજબ ઉમેદવારોએ ત્રણ પસંદગીના રાજ્યો પસંદ કરવાના રહેશે, જેમાં પોતાના રાજ્યને પ્રથમ પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.

આનાથી વિદ્યાર્થીઓને તેમના નિવાસસ્થાનની નજીક જ પરીક્ષા કેન્દ્ર મળવાની ખાતરી રહેશે.

30 ઓગસ્ટે યોજાનારું પેપર માટે પરીક્ષા શહેરની માહિતી આશરે ત્રણ અઠવાડિયા અગાઉ જ મળી જશે, જેથી મુસાફરી અને રહેવાની વ્યવસ્થા સરળ બને.

NEET PG 2026  પરીક્ષા પેટર્ન અને સમયમાં ફેરફાર

અગાઉ પરીક્ષા બે શિફ્ટમાં લેવાતી હતી, પરંતુ NEET PG 2026 હવે એક જ શિફ્ટમાં આયોજિત થશે, જેથી તમામ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોનું સ્તર સમાન રહે.

પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરીને હવે 180 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો જવાબ આપવા માટે ઉમેદવારોને 210 મિનિટનો સમય મળશે. પ્રશ્નોની સંખ્યા ઘટી છે પરંતુ દરેક પ્રશ્ન માટે સમય વધારવામાં આવ્યો છે.

સુરક્ષા અને બાયોમેટ્રિક વ્યવસ્થા

પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે અરજીથી લઈને પરીક્ષાના દિવસ સુધી [Aadhaar Redacted] આધાર-આધારિત વેરિફિકેશન કરવામાં આવશે. ફિંગરપ્રિન્ટ મેચ ન થવાની સ્થિતિમાં આઈરિસ બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ થશે.

દેશભરના 340 શહેરો અને 1300 થી વધુ કેન્દ્રો પર લેવાનાર આ પરીક્ષા માટે સુરક્ષાના કડક પગલાં લેવાયા છે, જેમાં સીસીટીવી લાઈવ મોનિટરિંગ, સિગ્નલ જામર અને મલ્ટી-લેવલ એનક્રિપ્શન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ 2,73,183 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.


આ પણ વાંચો: ન પાસપોર્ટ છે, ન વિદેશ જવાના પૈસા, નીટ પરીક્ષાના સેન્ટરમાં NTA ની મોટી બેદરકારી પર ભડક્યો વિપક્ષ

આ પણ વાંચો:હું પરીક્ષા પાસ ન કરી શક્યો…, ગાઝિયાબાદમાં NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો

આ પણ વાંચો:  NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર